જેલમાંથી મુક્ત થયા શાહરુખ ખાનના દીકરા આર્યન, પિતાની કારમાં બેસીને મન્નત જવા રવાના


મુંબઈ, તા. 30 ઓક્ટોબર 2021 શનિવાર

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન આજે જેલમાંથી મુક્ત થઈ ગયા છે. આર્યન ખાન 28 દિવસ બાદ આજે પોતાના ઘરે પાછા ફરશે. આર્યનની મુક્તિની પ્રક્રિયા પૂરી થયા બાદ તેમને ઘરે લઈ જવા માટે પિતા શાહરુખ ખાનના બોડીગાર્ડ રવિ આર્થર રોડ જેલ પહોંચ્યા હતા. આર્યન ખાન, પિતાની ગાડીમાં ઘરે ગયા છે. આર્યનના ઘરે પાછા આવવાથી તેમના પરિવાર અને નજીકના સંબંધીઓ વચ્ચે ખુશીનો માહોલ છે.

આર્યન ખાન જેલમાંથી મુક્ત

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન 28 દિવસ બાદ આર્થર રોડ જેલમાંથી મુક્ત થઈ ગયા છે. આર્યન પોતાના પિતા શાહરુખ ખાનની ગાડીમાં બેસીને મન્નત જવા રવાના થઈ ગયા છે. આર્યન ખાનની મુક્તિ પર તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. શુક્રવારથી જ શાહરુખ ખાનના ઘરમાં ઉત્સવનો માહોલ છે.

આર્યનની મુક્તિની પ્રક્રિયા થઈ પૂર્ણ

જેલ અધિકારીઓએ જણાવ્યુ કે આર્યનની મુક્તિની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આર્યન ખાનની સાથે-સાથે અન્ય લોકોની મુક્તિની પ્રક્રિયા ખતમ થઈ ચૂકી છે. પેપરવર્ક પૂર્ણ થઈ ગયુ છે.

સેલેબ્સે વ્યક્ત કરી ખુશી

આર્યન ખાનની ઘર વાપસીએ બોલીવુડનુ દિલ ખુશ કરી દીધુ છે. બોલીવુડના સેલેબ્સ ટ્વીટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ઉર્મિલા માતોંડકરે ટ્વીટ કરીને શાહરુખ ખાનને અભિનંદન પાઠવ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો