વેક્સિન લઈ ચુકેલા લોકો દ્વારા ઝડપથી ફેલાઈ શકે છે કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ, અભ્યાસમાં દાવો


- સમગ્ર અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે, વેક્સિનેટેડ લોકોમાં ઈમ્યુનિટી ઘટી રહી છે અને તેમને બુસ્ટર શોટ્સની જરૂર છે

નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર, 2021, શુક્રવાર

બ્રિટિશ અભ્યાસ પ્રમાણે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ વેક્સિનેટેડ લોકો દ્વારા તેમની આજુબાજુ રહેલા સંપર્કો સુધી સરળતાથી ફેલાઈ શકે છે. જોકે સંપર્કમાં આવેલા લોકો જો વેક્સિનેટેડ હશે તો તેમના સંક્રમિત થવાની સંભાવના ઓછી રહેશે. ઈમ્પીરિયલ કોલેજ લંડનના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે, કઈ રીતે ખૂબ જ સંક્રામક ડેલ્ટા વેરિએન્ટ વેક્સિનેટેડ લોકોમાં પણ ફેલાઈ શકે છે. 

સંશોધકોના કહેવા પ્રમાણે કોવિડ-19ના ગંભીર જોખમને ઘટાડવાની સૌથી સારી પદ્ધતિ વેક્સિન જ છે. આ સાથે જ તેમણે બુસ્ટર શોટ્સની જરૂરિયાત પર પણ ભાર મુક્યો હતો. સંશોધકોને જાણવા મળ્યું કે, જે લોકોએ વેક્સિન લીધેલી હતી તેમનામાં સંક્રમણ વધુ ઝડથી ઠીક થયું જ્યારે વેક્સિન નહોતી લીધી તેવા લોકોમાં પીક વાયરલ લોડ સમાન રહ્યું. 

સ્ટડીના સહ લેખિકા ડો. અનિકા સિંગનાયગમે જણાવ્યું કે, કોવિડ-19થી સંક્રમિત થયેલા લોકોના વારંવાર નમૂના લેવા પર જાણવા મળ્યું કે, વેક્સિન લીધી હોય તે લોકો પણ સંક્રમિત થઈ શકે છે અને પોતાના ઘરોમાં જ સંક્રમણ ફેલાવી શકે છે. એ લોકો પણ સંક્રમણનો શિકાર બની શકે છે જેમણે વેક્સિન લીધેલી છે. 

સમગ્ર અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે, વેક્સિનેટેડ લોકોમાં ઈમ્યુનિટી ઘટી રહી છે અને તેમને બુસ્ટર શોટ્સની જરૂર છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો