ડ્રગ્સ કેસઃ જેલમાં 25 દિવસ વિતાવ્યા બાદ આજે આર્યન ખાનને મળશે મુક્તિ, 11:00 વાગ્યા સુધીમાં આવી શકે છે બહાર


- અગાઉ આર્યનને શુક્રવારે જ જેલમાંથી છોડવાની વાત થઈ રહી હતી પરંતુ બેલ ઓર્ડર અધિકારીઓ સુધી ન પહોંચ્યો

નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર, 2021, શનિવાર

અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને આજે જેલમાંથી મુક્તિ મળી શકે છે. સવારે 5:30 કલાકે જ આર્થર રોડ જેલનું બેલ બોક્સ ખોલી દેવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે, જલ્દી જ આર્યનને જેલમાંથી મુક્ત કરી દેવામાં આવશે. આર્યન ખાનની મુક્તિને લઈ તેના પરિવારજનોમાં આનંદ પ્રસર્યો છે. શુક્રવારથી જ શાહરૂખના ઘરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. 

આર્થ રોડ જેલના અધિકારીઓને આર્યનની જામીનનો ઓર્ડર મળી ગયો છે અને આર્યનને મુક્ત કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. આર્યન ખાનને આ અંગે જણાવી દેવામાં આવ્યું છે. તે ખૂબ જ ખુશ છે અને જેલના એક સાથી સાથે વાતો કરી રહ્યો છે. જેલના અધિકારીઓના કહેવા પ્રમાણે તેમને અન્ય જામીન માટેના પણ ઓર્ડર મળ્યા છે. સૌ પર સાથે જ કામ થશે અને સૌને સાથે જ મુક્ત કરવામાં આવશે. અધિકારીઓના કહેવા પ્રમાણે આર્યનને સવારે 10:30 વાગ્યાથી 11:00 વાગ્યા સુધીમાં મુક્ત કરવામાં આવી શકે છે. 

આર્થર રોડ જેલમાંથી આર્યનને લેવા માટે શાહરૂખના ઘરેથી ગાડીઓનો કાફલો નીકળી ચુક્યો છે. 3 એસયુવી શાહરૂખના ઘર મન્નતથી રવાના થઈ છે. આર્યનની ઘરવાપસી માટે ચાહકો પણ રાહ જોઈ રહ્યા છે અને અનેક જગ્યાએ આર્યનના સપોર્ટમાં બેનર્સ લઈને ઉભા રહ્યા છે. 

અગાઉ આર્યનને શુક્રવારે જ જેલમાંથી છોડવાની વાત થઈ રહી હતી પરંતુ બેલ ઓર્ડર અધિકારીઓ સુધી ન પહોંચ્યો માટે આર્યને એક રાત જેલમાં જ વિતાવવી પડી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો