ગુજરાતઃ અમિત શાહે સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- આઝાદ ભારતનો વહીવટી પાયો નાખ્યો


- વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ મોદી સરકારે સરદાર પટેલ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી

નવી દિલ્હી, તા. 31 ઓક્ટોબર, 2021, રવિવાર

ગૃહ મંત્રી અમિત શાહ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ એટલે કે, એકતા દિવસના પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત એક પરેડમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પ ચઢાવીને સરદારને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શાહ મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના કેવડીયા ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસ સમારંભને સંબોધિત પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રેકોર્ડેડ વીડિયો મેસેજ દ્વારા સમારંભને સંબોધિત કરશે. 

તેના પહેલા સરદાર પટેલની જયંતિ નિમિત્તે અમિત શાહે ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શાહે કહ્યું કે, માતૃભૂમિ માટે સરદાર સાહેબનું સમર્પણ, નિષ્ઠા, સંઘર્ષ અને ત્યાગ દરેક ભારતવાસીની એકતા અને અખંડિતતા માટે પોતાની જાતને સમર્પિત કરવાની પ્રેરણા આપે છે. અખંડ ભારતના આવા મહાન શિલ્પીની જયંતિ પર તેમના ચરણોમાં વંદન અને સમસ્ત દેશવાસીઓને 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની શુભકામનાઓ. 

તેમણે લખ્યું હતું કે, સરદાર પટેલનું જીવન આપણને બતાવે છે કે, કઈ રીતે એક વ્યક્તિ પોતાની દૃઢ ઈચ્છાશક્તિ, લોખંડી નેતૃત્વ અને અદમ્ય રાષ્ટ્રપ્રેમ દ્વારા દેશની અંદરની તમામ વિવિધતાઓને એકતામાં બદલીને અખંડ રાષ્ટ્રનું સ્વરૂપ આપી શકે છે. સરદાર સાહેબે દેશના એકીકરણની સાથે આઝાદ ભારતના વહીવટી પાયાને રાખવાનું કામ પણ કર્યું. 

વડાપ્રધાનની જગ્યાએ અમિત શાહ થશે સામેલ

કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ મોદી સરકારે સરદાર પટેલ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીની રાજધાની રોમ ખાતે હોવાથી ગૃહ મંત્રી અમિત શાહ આ એકતા પરેડમાં સામેલ થશે. એકતા પરેડમાં દેશના તમામ રાજ્યોની પોલીસ દ્વારા પરેડ કરવામાં આવશે. આ સાથે જ સીઆઈએસએફ અને બીએસએફની સાથે સાથે દેશની બીજી અન્ય ફોર્સીઝ પણ આ પરેડમાં સામેલ થશે. સાથે જ આ જવાનો દ્વારા પરેડની સાથે સાથે ખૂબ જ ખતરનાક કરતબો પણ દેખાડવામાં આવશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે