'લા નીના ઈફેક્ટ' : ભારતમાં કાતિલ ઠંડીનો વરતારો




ભારતભરમાં ચાલુ વર્ષે કાતિલ ઠંડી પડશે એવો વર્તારો કરવામાં આવ્યો છે. પ્રશાંત મહાસાગરમાં લા નીનાની સ્થિતિ સર્જાવાના કારણે ઠંડીમાં વધારો થશે. ખાસ તો ઉત્તર ભારતનું તાપમાન આગામી સપ્તાહે ૧૩ ડિગ્રી સુધી ગગડી જશે. દિવાળી આસપાસ ભારતમાં ઠંડીનું મોજું ફરી વળશે એવું હવામાન વિભાગે કહ્યું હતું.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે પ્રશાંત મહાસાગરમાં લા નીનાની સ્થિતિ સર્જાવાના કારણે ચાલુ વર્ષે ઠંડી વધારે પડશે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે છેલ્લાં થોડાં વર્ષની સરખામણીએ આ વર્ષે શિયાળો વધારે કાતિલ હશે. ઉત્તર-પૂર્વ એશિયામાં હાડ ગાળતી ઠંડી પડશે. દેશના ઉત્તરી વિસ્તારોમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે.
દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં તાપમાનનો પારો આગામી સપ્તાહે ગગડીને ૧૦થી ૧૩ ડિગ્રી સુધી પહોંચી જશે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં ત્રણ-ચાર દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને એ પછી તબક્કાવાર ઠંડી વધતી જશે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચાલુ વર્ષનો ડિસેમ્બર મહિનો છેલ્લાં વર્ષોનો સૌથી ઠંડોગાર શિયાળો હશે. બિહાર, ઝારખંડ, પ. બંગાળ, ઓડિશા જેવા રાજ્યોમાં પણ આગામી સપ્તાહથી ઠંડીનું મોજું શરૃ થશે.
હવામાન વિજ્ઞાાનીઓએ કહ્યું હતું એ પ્રમાણે પ્રશાંત મહાસાગરમાં લા નીના ઈફેક્ટ સર્જાઈ છે. તેના કારણે સાગરની સપાટી ઠંડીગાર થઈ જશે અને દરિયામાંથી આવતો કાતિલ પવન ભારત સહિતના દેશોમાં આકરી ઠંડી લાવશે. સામાન્ય અર્થ એવો થયો કે ઉત્તર ગોળાર્ધમાં આ વર્ષે તાપમાનનો પારો વધારે ગગડશે. તેની સીધી અસર ભારત સહિતના દેશોમાં પડશે. ઉત્તર ભારતને આ કાતિલ શિયાળાની સૌથી વધુ અસર થશે.
ઓક્ટોબરના અંતે શરૃ થતો શિયાળો ભારતમાં ફેબુ્રઆરીની શરૃઆતના સપ્તાહ સુધી રહેશે. એ દરમિયાન અચાનક તાપમાનનો પારો ઉપર-નીચે થતો રહેશે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા પણ આ સમયગાળામાં થતી રહેશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો