કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં જે પણ કહે છે તે વાયદા નથી હોતા, ગેરન્ટી હોય છેઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગોવા પહોંચ્યા છે. તેમણે અહીંના માછીમાર સમુદાય સાથે વાતચીત કરી હતી.
તેમણે કહ્યુ હતુ કે, અમે ગોવાને પ્રદુષિત નહીં થવા દઈએ. કોંગ્રેસ પર્યાવરણની રક્ષા કરશે. અમે છત્તીસગઢમાં ચૂંટણી લડ્યા હતા અને ખેડૂતોનુ દેવુ માફ કરવાનો વાયદો કર્યો હતો. આ વાયદો પૂરો કર્યો છે. પંજાબ અને કર્ણાટકમાં પણ કોંગ્રેસે પોતાના વાયદા પૂરા કર્યા છે તે તમે જોઈ શકો છે. અમારા ચૂંટણી ઢંઢેરામાં વાયદા નથી કરાતા પણ ગેરન્ટી આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે ગોવામાં પણ ચૂંટણી યોજાવાની છે. રાહુલ ગાંધી પહેલા ટીએમસી પણ ગોવાની મુલાકાત લઈ ચુકી છે.
ગોવામાં ચૂંટણીને લઈને રાજકીય ચહલ પહલ વધી ગઈ છે. આ પહેલા ભાજપ સાથે જોડાણ કરી ચુકેલી ગોવા ફોરવર્ડ પાર્ટીએ હવે મમતા બેનરજીની પાર્ટી ટીએમસી સાથે ચૂંટણી માટે જોડાણ કરવાની જાહેરાત કરી છે. પાર્ટીના અધ્યક્ષ કિરણ કંડોલરકરે તો મમતા બેનરજીને દુર્ગા માતા અને ભાજપને ભસ્માસુર ગણાવતુ નિવેદન આપીને રાજકીય વિવાદ પણ છેડયો છે.
Comments
Post a Comment