આર્યનનો રિલીઝ ઓર્ડર સમયસર જેલ સુધી નહીં પહોંચતાં છૂટકારો લંબાયો
જુહી ચાવલાએ આર્યનની શ્યોરિટી આપીને બેઈલ બોન્ડ ભર્યા
જેલના નિયમ કોઈના માટે બદલાશે નહીં : પાસપોર્ટ જમા કરાવીને દર શુક્રવારે એનસીબીમાં હાજરી આપવી પડશે
મુંબઈ : બોલીવૂડ બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન મંજૂર થઈ ગયા હોવા છતાં કોર્ટના નિયમ પ્રમાણે સમયસર વિધિ પૂર્ણ નહીં થતાં વધુ એક રાત તેણે જેલમાં વિતાવવાનો વારો આવ્યો હતો. આર્યનને આર્છર રોડ જેલમાંથી બહાર નીકળતો ઝડપી લેવા પ્રશંસકો અને મીડિયા જેલની બહાર જમાવડો કરીને સવારથી ઉભા હતા.
જોકે આર્થર રોડ જેલના સુપરિમન્ટેન્ડન્ટ નીતિ વાયચાલે જણાવ્યું હતું કે બેઈલ બોક્સ સાંજે 5.30 વાગ્યે છેલ્લી વાર ખોલવામાં આવ્યું છે કોઈના માટે નિયમ બદલવામાં આવશે નહીં. આર્યનને આજે મુક્ત કરવામાં આવશે નહીં પણ આવતીકાલે સવારે છોડવામાં આવશે, એમ તેમણે મીડિયા સમક્ષ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું.
સાંજે 5.30 વાગ્યે એ વાતની પુષ્ટિ થઈ હતી કે અભિનેત્રી જુહી તાવલાએ આર્યનના જામીનની વિધિ પૂર્ણ કરી હતી અને કોર્ટે પણ તેને શ્યોરિટી તરીકે સ્વીકારતાં તેણે સંબંધિત દસ્તાવેજો પર સહી કરી હતી તેમ જ કોર્ટ અધિકારી સમક્ષ બેઈલ બોન્ડ તૈયાર કર્યા હતા બિન જામીન પાત્ર પ્રોસેસિંગ માટે સીધા જેલ ઓથોરિટીને મોકલવામાં આવ્યા હતા. જોકે રિલીઝ ઓર્ડરની ફિઝિકલ કોપી બેઈલ બોક્સમાં નિર્ધારિત સમય બાદ ડ્રોપ કરવામાં આવી હતી.
વાયચલે ફિઝિકલ કોપી જેલની બહાર રખાયેલા બેઈલ બોક્સમાં નાખી હોવી જરૂરી છે. જેલ અધિકારીએ આ માટે સાંજે 5.35 વાગ્યા સુધી રાહ જોઈ હતી. બીજી તરફ આર્યનને જામીન મળ્યા બાદ તેના વકિલ સતિશ માનશિંદેએ જણાવ્યું હતું કે જુહી આર્યનને બાલપણથી ઓળખે છે અને તેઓ વ્યાવસાયિક રીતે પણ સંકળાયેલા છે. આથી તે આર્યન માટે શ્યોરિટી રહી છે.
જુહી ચાવલાએ પણ જણાવ્યું હતું કે ખાન પરિવારમાં રાહતનું વાતાવરણ છે. બપધું પાર પડી ગયું એથી અમે બધા ખુશ છીએ. જુહી ચાવલાને માનશિંદેએ આર્યનની શ્યોરિટી તરીકે રજૂ કરી હતી. જુહી વિટનેસ બોક્સમાં હાજર રહી હતી. માનશિંદેએ સહ આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાના વકીલ ન હોવા છતાં તેમને મુક્ત કરવાની પણ અપીલ કરી હતી.
કોર્ટે જુહીના પાસપોર્ટ અને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજ તપાસ્યા બાદ બાકીની વિધિ પૂર્ણ કરવા જણાવ્યું હતું. સાંજે પાંચ વાગ્યે વિધિ સંપન્ન થઈ હતી. જોકે રીલિઝ ઓર્ડર જેલની બહાર લગાવેલા બેઈલ બોક્સમાં સાંજે 5.30 વાગ્યા સુધી પહોંચવો જરૂરી હતો. તેમ છતાં 5.35 વાગ્યા સુદી રાહ નહીં પહોંચતાં આર્યનને મુક્ત કરી શકાયો નહોતો.
Comments
Post a Comment