આર્યન સહિત ત્રણને ધરપકડના 25 દિવસ બાદ હાઇકોર્ટે જામીન આપ્યા


ક્રૂઝશિપ ડ્રગ પાર્ટી પ્રકરણ 

શનિવાર સુધીમાં છૂટવાની શક્યતા : વિગતવાર આદેશ આજે અપાશે

મુંબઇ : ક્રૂઝ શિપ ડ્રગ પાર્ટી પ્રકરણે 25 દિવસના જેલવાસ બાદ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને સહ આરોપી અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધમેચાને બોમ્બે હાઇ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.

છેલ્લા બે દિવસથી બોમ્બે હાઇ કોર્ટમાં દલીલો ચાલ્યા બાદ આખરે આજે સુનાવણી પૂર્ણ થતાં કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. ચુકાદાની વિગત આવતી કાલે જાણવા મળશે અને આર્યન તથા અન્ય બે આરોપીએ હજી એક રાત જેલમાં વિતાવવી પડશે તેઓના જામીનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતી કાલે અથવા શનિવારે તેો જેલમાંથી છૂટી શકશે. 

સુનાવણી દરમ્યાન હાઇકોર્ટમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જણાવ્યું હતું કે અરજદાર આર્યન ખાન નવોસવો ગ્રાહક નથી, પણ ગત બે વર્ષથી ડ્રગ્સનો નિયમિત ગ્રાહક છે.

આર્યનના મિત્ર  પાસેથી તેની જાણ હેઠળ પ્રતિબંધક દ્રવ્ય મળી આવ્યું છે. આ એવો કેસ છે જેમાં વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું ન હોય પણ જો તેની પાસેથી તે જપ્ત થાય તો તેને એનડીપીએસ એક્ટ હેઠળ બુક કરી શકાય છે. આરોપી આર્યન પાસેથી આ વસ્તુ મળી આવી છે, એમ સિંહે દલીલ કરી હતી.

આર્યન વતી વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગીએ તેમ જ સતિશ માનશિંદે અને અમિત દેસાઈએ દલીલો  કરી હતી. આર્યન વતી અગાઉ દલીલ કરવામાં આવી હતી કે એનસીબી કાવતરાની કલમનો દુરૂપોયગ કરીને તમામ જપ્તિ સાથે બધા આરોપીઓને સાંકળી રહી છે. આર્યનની ધરપકડ થઈ ત્યારે કાવતરાની કલમ લાગુ કરાઈ નહોતી.

વળી આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી અને તેના વોટ્સએપ ચેટનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી. ધરપકડ પૂર્વે નોટિસ આપવી જોઈતી હતી જે આ કેસમાં થયું નથી. આથી આ ધરપકડ ગેરકાયદે છે. એવીદલીલ પણ કરવામાં આવી હતી. સિંગલ જજ ન્યા. નીતિન ડબ્લ્યુ. સાંબરેએ બન્ને પક્ષની અરજીઓ માન્ય કરવામાં આવે છે.

વિગતવાર આદેશ આવતીકાલ સાંજ સુધીમાં આપવામાં આવશે, એમ જણાવીને જામીન મંજૂર કર્યા હતા. આથી આર્યનના વકીલોએ રોકડમાં જામીનની રકમ આપવાની પરવાનગી માગી હતી જે કોર્ટે નકારી હતી અને જણાવ્યું હતું કે શ્યોરિટી આપવાની રહેશે. હું આવતી કાલે પણ આદેશ આપી શકતો હતો, પણ મેં આજે જ આપી દીધો છે. એમ ન્યાય. સાંબરેએ જણાવ્યુ ંહતું.

હાલ અદાલતી કસ્ટડીમાં રહેલા અને આર્થર રોડ જેલમાં બંધ આર્યનના જામીનની વિધિ આવતી કાલે પૂર્ણ કરવાનો પ્રયાસ કરાશે.બુધવારે આર્યન ખાન વતી મુકુલ રોહતગી, સહઆરોપી અરબાઝ મર્ચન્ટ વતી અમિત દેસાઈ અને મુનમુન ધમેચા વતી એડવોકેટ અલી કાશિફ ખાને દલીલો પૂર્ણ કરી હતી.

આર્યનની ધરપકડ ત્રીજી ઓક્ટોબર, 2021ના રોજ થઈ હતી. તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ (26) અને ફેશન મોડેલ મુનમુન ધમેચા (28)ની પણ ધરપકડ થઈ હતી. ધમેચા ભાયખલા મહિલા જેલમાં છે. વિશેષ એનડીપીએસ કોર્ટે ત્રણેને જામીન આપવાનો ઇનકાર કરતાં આદેશ સામે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો