આ તે કેવો ન્યાય? પાકિસ્તાનની જીતની ઉજવણીનો વિરોધ કરનારા યુપી-બિહારના વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી
નવી દિલ્હી,તા.31.ઓકટોબર,2021
ટી-20 મેચમાં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ દેશમાં કેટલાક તત્વોએ ફટાકડા ફોડીને પાકિસ્તાનની જીતની ઉજવણી કરી હતી.જેમાં અલગ અલગ શહેરોમાં ભણતા કાશ્મીરી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો.
આવા જ કાશ્મીરી વિદ્યાર્થીઓની જીતની ઉજવણીનો પંજાબના ભટિંડા ખાતે આવેલી હોસ્ટેલમાં રહેતા યુપી અને બિહારના બીજા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.ખરેખર તો આ વિદ્યાર્થીઓને બિરદાવવા જોઈએ તેની જગ્યાએ હોસ્ટેલ દ્વારા યુપી અને બિહારના ચાર વિદ્યાર્થીઓની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.આટલુ ઓછુ હોય તેમ તેમને હોસ્ટેલમાં થયેલી તોડફોડ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.જ્યારે પાકિસ્તાનની જીતની ખુશીઓ મનાવનાર કાશ્મીરી વિદ્યાર્થીઓ પર કોઈ કાર્યવાહી નથી કરાઈ.
યુપી અને બિહારના વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા માટે અપાયેલી નોટિસમાં કહેવાયુ છે કે, 30 ઓક્ટોબરની રાત્રે હોસ્ટેલ કેમ્પસમાં થયેલી શિસ્તભંગની પ્રવૃત્તિઓમાં આ વિદ્યાર્થીઓ સામેલ હતા અને તે બાબા ફરીદ ગ્રૂપ ઓફ ઈન્સ્ટિટ્યુશનના કેમ્પસ અને હોસ્ટેલના નિયમોનુ ઉલ્લંઘન છે.નોટિસમાં કહેવાયુ છે કે, વિદ્યાર્થીઓએ 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવાની રહેશે.
Comments
Post a Comment