બ્રિટિશરોને મોંઘવારીમાં રાહત માટે ઓઈલ ગેસ કંપનીઓ ઉપર 25% ટેક્સ


અમદાવાદ : સમગ્ર વિશ્વમાં મોંઘવારી સામે એક મોટી લડાઈ ચાલી રહી છે. બ્રિટિનમાં મોંઘવારીને ડામવા માટે સરકારે હવે વન ટાઈમ ટેક્સની યોજના બનાવી છે અને સામાન્ય માણસને એનર્જી બિલમાં રાહતની પણ જાહેરાત કરવામાં આવી છે. 

ફૂડથી લઈને ફ્યુઅલમાં ભાવવધતા બ્રિટનમાં વધતા જતા પરિવારોના રોજિંદા ખર્ચ સામે લડવા બ્રિટનના નાણામંત્રી રિશિ સુનાકે વિન્ડફોલ ટેક્સની જાહેરાત કરી છે. ઓઈલ અને ગેસ કંપનીઓ પર સુનાકે 25%ના વિન્ડફોલ ટેક્સની જાહેરાત કરી છે. 

સુનાકે કહ્યું કે ઓઈલ અને ગેસ કંપનીઓ કોઈ નવી ટેક્નિક કે નવા આધાર સાથે વધુ નફો નથી કમાવી રહી. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડ અને ગેસના ભાવ વધતા કંપનીઓને અણધર્યો નફો થઈ રહ્યો છે તેથી તેમની પાસેથી આ કપરા સમયમાં લડવા માટે આપણે વધુ ટેક્સ વસૂલવાનો ખ્યાલ વ્યાજબી છે.

જોકે આ ટેક્સ કાર્યકારી હોવાની આગોતરી જાહેરાત સુનાકે કરી છે. નાણામંત્રીએ કહ્યું કે દેશના લોકોના જીવનનિર્વાહના વધતા ખર્ચ સામે સરકારે સહાય કરવાની જરૂર પડી છે અને આ વધારાની જાવક માટે આવક આ કાર્યકારી ટેક્સ દ્વારા મેળવવાનો અમારો હેતુ છે.

સરકારનો U-ટર્ન :

પોતાના કાર્યકાળના અંતિમ સમય પસાર કરી રહેલ બોરિસ જોન્સન સરકારનો આ યુ-ટર્ન છે. સરકારે આ મુદ્દે ફેરવી તોળ્યું છે. અગાઉ જોન્સન અને સુનાકે કહ્યું કે આ પ્રકારનો વન-ટાઈમ ટેક્સનો ખ્યાલ આકર્ષક છે પરંતુ ગ્રાહ્ય નથી. સુનાકે અગાઉ રોકાણને નુકશાન થશે તેવા આધાર સાથે આ પ્રકારના ટેક્સનો પ્રસ્તાવ માંડી વાળ્યો હતો. જોકે અંતે સરકારને વિપક્ષની ટેક્સ લાદવાની માંગ સ્વીકારવી પડી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં જ દેશની બે દિગ્ગજ કંપનીઓ BP અને શેલે મસમોટો નફો નોંધાવ્યો હતો. રશિયાના યુક્રેનના આક્રમણને કારણે કોમોડિટીના ભાવ વધતા નફામાં બમ્પર ઉછાળો જોવા મળ્યો છે.

15 અબજ યુરોનું રાહત પેકેજ :

ભારતીય મૂળના અને તાજેતરમાં ચર્ચામાં રહેલ સુનાકે જણાવ્યું હતું કે ગુરૂવારે જાહેર કરાયેલા કુલ હાઉસહોલ્ડ રાહત પેકેજ 15 અબજ યુરોનું છે જે દેશના 80 લાખ નબળા પરિવાર માટે વરદાનરૂપ સાબિત થશે. વધારા રાહત પેકેજ સાથે મોંઘવારી સામે લડવા માટે દેશના પરિવારોનું કોસ્ટ ઓફ લિવિંગ ઘટાડવા જાહેર કરાયેલ રાહત પેકેજ 37 અબજ યુરોનું થઈ ગયું છે.

બ્રિટનની સૌથી ઓછી આવક ધરાવતા 80 લાખ પરિવારોને વન ટાઈમ 650 યુરો એટલેકે 819 ડોલરની સહાય આપવામાં આવશે, જેની પ્રથમ ચુકવણી જુલાઈમાં લોકોના બેંક ખાતામાં પ્રત્યક્ષ આપવામાં આવશે અને બીજો તબક્કો બીજા મહિનામાં આવશે.

નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે દેશના 80 લાખ પેન્શનર પરિવારોને 300 યુરોની વધારાની શિયાળાની ફ્યુઅલ પેમેન્ટ માટેની સહાય પણ આપવામાં આવશે.

આ સિવાત સુનાકે એનર્જી બિલ માટે લીધેલ 200 યુરો સુધીની લોન હવે પરત કરવાની જરૂર નથી એટલેકે આ લોન માફ થશે. આ સિવાય પરિવારો હવે એનર્જી બિલ પર સરકારી રાહત વધારીને 400 યુરો કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો