એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ કેસમાં સેબીના દેશભરમાં દરોડા

અમદાવાદ,તા. 27 મે 2022,શુક્રવાર

ભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના સૌથી ચકચાસી કેસ એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ કેસમાં સેબી એક્શનમાં આવી છે.  માર્કેટ રેગ્યુલેટરે શુક્રવારે એક સાથે દેશભરમાં અનેક શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

એક મીડિયા અહેવાલ અનુસાર સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાની વિવિધ ટીમે દેશભરમાં કુલ 16 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ ફ્રંટ રનિંગ કેસ સંબંધિત સેબીએ વિવિધ બ્રોકરો અને મોટા ડીલરોને ત્યાં દરોડા પાડ્યાં છે. 

છેલ્લા કેટલાક સપ્તાહથી સેબી આ મામલે તપાસ કરી રહી છે. આજની દરોડાની કાર્યવાહીમાં સેબીએ મોબાઈલ, ડેસ્કટોપ, લેપટોપ અને હાર્ડ ડ્રાઈવ સહિતના ડિજિટલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

શું છે AXIS MF સ્કેમ ?

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ટોચના ત્રણ અધિકારીઓ સામે નિયમો વિરૂદ્ધ ફંડ અને રિસર્ચને આધારે કૌભાંડ આર્ચયુ હોવાનો આરોપ મૂકાયો છે અને તેમના પદેથી તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા છે.

એક્સિસ ફંડ હાઉસ કુલ 7 મ્યુ. ફંડ સ્કીમનું સંચાલન કરનાર ત્રણ ફંડ મેનેજર્સ પર સ્ટોકના ફ્રંટ રનિંગનો આક્ષેપ લાગ્યો છે. આ આક્ષેપો બાદ એક્સિસ મ્યુ. ફંડ પાસે સેબીએ રિપોર્ટ માંગ્યો હતો. સેબીને શંકા જતા ફંડ હાઉસને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ કરાયો છે.

અહેવાલ અનુસાર એક્સિસ મ્યુચ્યુઅલ ફંડની 7 ફંડ્સ સ્કીમનું સંચાલન કરનાર ત્રણ અધિકારીઓ પર આ તપાસનો ગાળિયો કસાતા તેને કામગીરીથી દૂર કરાયા છે. ફંડ હાઉસે હટાવેલા ત્રણ ફંડ મેનેજરોમાં ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ દીપક અગ્રવાલ, ચીફ ટ્રેડર અને ફંડ મેનેજર વિરેશ જોશી તેમજ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચંદ્રેશ નિગમનો સમાવેશ થાય છે. દીપક અગ્રવાલ 3 સ્કીમ, વિરેશ જોશી 4 સ્કીમનું સંચાલન કરતા હતા. 


કઈ કઈ સ્કીમ મેનેજ કરતા હતા આ ફંડ મેનેજર્સ ?

સેબીએ તપાસના ચક્ર શરૂ કરાતા એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તાત્કાલિક સાત ફંડ સ્કીમનું સંચાલન કરનાર 3 મેનેજરને હટાવી તેમના સ્થાને નવા ફંડ મેનેજરની નિમણુંક કરી છે. આ સાત સ્કીમમાં એક્સિસ, કન્ઝમ્પ્શન ઇટીએફ, એક્સિસ બેન્કિંગ ઇટીએફ, એક્સિસ નિફ્ટી ઇટીએફ, એક્સિસ આર્બિટ્રેજ ફંડ, એક્સિસ ક્વાન્ટ ફંડ, એક્સિસ ટેક્નોલોજી ઇટીએફ અને એક્સિસ વેલ્યૂ ફંડ સામેલ છે. 

જોશી એક્સિસ આર્બિટ્રેજ ફંડ, એક્સિસ બેન્કિંગ ઇટીએફ, એક્સિસ નિફ્ટી ઇટીએફ, એક્સિસ ટેક્નોલોજી ઇટીએફ અને એક્સિસ કન્ઝમ્પશન ઇટીએફના ફંડ મેનેજર હતા.

આ સિવાય ઈક્વિટી રિસર્ચ એનાલિસ્ટ અને ફંડ મેનેજર દીપક અગ્રવાલ, એક્સિસ કન્ઝમ્પશન ઇટીએફ, એક્સિસ ક્વોન્ટ ફંડ અને એક્સિસ વેલ્યુ ફંડના ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ અને ફંડ મેનેજર હતા, તેઓ હવે આ સ્કીમનો ભાગ રહેશે નહીં.

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ દેશનું સાતમું સૌથી મોટું ફંડ હાઉસ છે, જે રૂ. 2.59 લાખ કરોડની અસ્કયામતોનંર સંચોલન કરે છે. ચંદ્રેશ નિગમ લગભગ એક દાયકાથી ફંડ હાઉસના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. ફંડ હાઉસે તેની કામગીરી 2009માં પાછી શરૂ કરી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો