અમિત શાહ સાથે IAS પુજા સિંઘલનો ફોટો પોસ્ટ કરનાર વિરૂદ્ધ ફરિયાદ

અમદાવાદ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કરોડો રૂપિયાની રોકડ સાથે ઝડપાયેલા ઝારખંડના સસ્પેન્ડ આઇએઅએસ પુજા સિંઘલનો પાંચ વર્ષ પહેલાનો ફોટો થોડા દિવસ પહેલાનો દર્શાવીની ટ્વીટર મુકનાર ફિલ્મ ડાયરેક્ટર અવિનાશ દાસ વિરૂધ્ધ  અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. સાથેસાથે અવિનાશ દાસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ભારતના ્રરાષ્ટ્રધ્વજનું અપમાન કરતી પોસ્ટ મુક્યા અંગે પણ ગુનો નોંધ્યો છે. જે અંગે તેની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. મુંબઇમાં રહેતા  અને અનારકલી ઓફ આરહ અને સી નામની વિવાદાસ્પદ ડાયરેક્ટર અવિનાશ દાસ વિરૂધ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં અવિનાશ દાસે તેના ટ્વીટર એકાઉન્ટમાં ગત ૮મી મેના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ઝારખંડના સસ્પેન્ડેડ આઇએએસ પુજા સિંઘલનો એક ફોટો પોસ્ટ કરીને લખ્યુ હતું રે ઘરેથી કરોડોની રોકડ મળી આવી તેના થોડા દિવસ પહેલાનો ફોટો. જેથી આ ફોટો ભારતના કેન્દ્રીય ગૃહમંત્રીના ઉચ્ચ હોદાને બદનામી પહોંચે તેવો છે. એટલું જ આ ફોટો પાંચ વર્ષ પહેલાનો હતો. તેમ છંતાય, તાજેતરનો ફોટો દર્શાવ્યો હતો. આ સાથે અવિનાશ દાસે તેના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ગત ૧૭મી માર્ચના રોજ એક સ્ત્રી પર અશોભનીય રીતે પહેરેલો રાષ્ટ્રધ્વજનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં રાષ્ટ્ર ધ્વજના અપમાનનો કેસ બને છે. આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને અવિનાશ દાસ વિરૂધ્ધ આઇપીસી કલમ ૪૬૯ , ધી પ્રિવેન્શન ઓફ ઇન્સ્લટસ ટુ નેશનલ ઓનર એક્ટની કલમ ૨ અને આઇટી એક્ટની કલમ ૬૭ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો