નીચલી કોર્ટ જ કરશે સુનાવણી, SCએ કમિશનર અજય મિશ્રાને હટાવ્યા
- હવે આ મામલે કોર્ટ બુધવારે સુનાવણી કરશે
વારાણસી, તા. 17 મે 2022, મંગળવાર
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં વારાણસી સિવિલ કોર્ટે સર્વે અને વીડિયોગ્રાફીની રિપોર્ટ પેશ કરવા માટે બે દિવસનો વધુ સમય માંગ્યો છે. હવે આ મામલે કોર્ટ બુધવારે સુનાવણી કરશે. જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેનું કામ પુરુ થયા બાદ પણ આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. હિન્દુ પક્ષ તરફથી એ દાવો કરવામાં આવ્યો છે કે, મસ્જિદ પરિસરની અંદર શિવલિંગ મળ્યું છે.જ્યારે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે, તે શિવલિંગ નથી ફુવારો છે.
કોર્ટ કમિશ્નર અજય મિશ્રાને હટાવી દેવામાં આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, અજય મિશ્રાના સહયોગી આરપી સિંહ મીડિયામાં જાણકારી લીક કરી રહ્યા હતા. આ ઉપરાંત મુસ્લિમ પક્ષે પણ અજય મિશ્રાને હટાવવાની માંગ કરી હતી. અજય પ્રતાપ સિંહ અને વિશાલ સિંહ સર્વે ટીમનો હિસ્સો બની રહેશે. હવે વિશાલ સિંહ કોર્ટમાં રિપોર્ટ જમા કરશે. આજે વારાણસી કોર્ટમાં તેના પર સુનાવણી થઈ હતી. કોર્ટે કમિશનરને સર્વે રિપોર્ટ જમા કરાવવા માટે 2 દિવસનો સમય માંગ્યો હતો. કોર્ટે તેમને આ સમય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે શિવલિંગને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે સાથે જ મુસ્લિમોને નમાજ માટે મસ્જિદમાં પ્રવેશ કરવા અંગે પણ મંજૂરી આપવામાં આવી છે.
Comments
Post a Comment