પેટીએમના વળતા પાણી : માર્ચ કવાર્ટરમાં 762 કરોડની ખોટ

નવી દિલ્હી,તા. 21 મે 2022,શનિવાર

શેરબજારના રોકાણકારોના લાખના બાર હજાર કરનાર કંપની પેટીએમની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. કંપનીને માર્ચ કવાર્ટરમાં પણ મસમોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. Paytmની પેરન્ટ કંપની One97 Communicationએ નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરના પરિણામો શુક્રવારે મોડી સાંજે જાહેર કર્યા હતા. રિઝલ્ટ અનુસાર જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકગાળામાં કંપનીને 762.5 કરોડ રૂપિયાની ખોટ સહન કરવી પડી છે.આ આંકડો અગાઉના ક્વાર્ટરના રૂ. 444.4 કરોડ કરતા 70% વધુ છે.

ચોંકાવનારી વાત એ છે કે મસમોટી ખોટ છતા કંપનીએ દાવો કર્યો છે કે અમારો બિઝનેસ સાચા અને મજબૂત ટ્રેક પર છે અને એબીટાની દ્રષ્ટિએ 2023ના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો સુધીમાં કંપની બ્રેક-ઇવન (જ્યાં ખર્ચ અને આવક સમાન છે) સુધી પહોંચી જશે.


આવક વધી-ખોટ પણ વધી :

ડિજિટલ પેમેન્ટની સાથે અનેક કારોબારમાં આગળ વધતી પેટીએમએ કહ્યું કે તેને ચોથા ક્વાર્ટરમાં રૂ. 1541 કરોડની કારોબારી આવક થઈ છે. આ આંકડો ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 89 ટકા વધુ છે. આ સિવાય એબીટા ખોટ (ESOPsના ખર્ચ પહેલા) રૂ. 368 કરોડ હતી, જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ રૂ. 52 કરોડ વધુ છે. સમગ્ર નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન કંપનીની EBITDA ખોટ (ESOPsના ખર્ચને બાદ કરતાં) રૂ. 1518 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 1655 કરોડની ખોટ કરતાં 8 ટકા ઓછી છે.

IPO બાદ રોકાણકારોના લાખના બાર હજાર :

શુક્રવારે પરિણામ પહેલા પેટીએમનો શેર રૂ. 572 પર બંધ થયો હતો. આ વર્ષની શરૂઆતથી જ બજારની ઉથલપાથલામાં કંપનીના શેરમાં 57 ટકાથી વધુનો ઘટાડો થયો છે. Paytmની પેરન્ટ કંપની One97 Communications નવેમ્બર 2021માં તેનો IPO લઈને આવી હતી. તે સમયે તે ભારતનો સૌથી મોટો IPO હતો. કંપનીએ આઈપીઓમાં રૂ. 2150ના ભાવે શેર ઈશ્યુ કર્યા હતા અને આજે શેરનો ભાવ 572 થઈ ગયો છે એટલેકે 74% સંપત્તિનું ધોવાણ  થઈ ચૂક્યું છે અને હજી પણ બ્રોકરોજ હાઉસ કંપની પર નેગેટીવ વ્યૂ જ અપનાવી રહ્યાં છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો