Posts

Showing posts from June, 2025

મહારાષ્ટ્રમાં પાંચમી જુલાઈએ નવા-જૂની થવાના એંધાણ ! ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ જાહેર કર્યું રહસ્યમયી પોસ્ટર

Image
Maharashtra Politics News : મહારાષ્ટ્રમાં અવાર-નવાર કંઈક ને કંઈક નવા-જૂની થતી રહે છે. અહીં ક્યારેક રાજકીય ઉથલ-પાથલો થતી રહે છે, તો ક્યારેક ભાષાકીય વિવાદને લઈ રાજકારણ ગરમાતું રહે છે. એટલું જ નહીં, જો શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરે ક્યાંક ભેગા થાય, તો પણ નવી-નવી અટકળો શરૂ થઈ જાય છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યુબીટીએ એક રહસ્યમય પોસ્ટર શેર કરીને રાજકીય ખળભળાટ મચાવી રહ્યો છે. ઉદ્ધવની પાર્ટીએ શેર કર્યું પોસ્ટ

'જ્યાં સુધી ટેક્સ નહીં હટાવે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં...', કેનેડા અંગે ટ્રમ્પનું મોટું એલાન

Image
Donald Trump on Canada : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે જ્યાં સુધી કેનેડા કેટલાક ટેક્સ નાબૂદ નહીં કરે ત્યાં સુધી અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો આગળ નહીં વધે. તેમણે કેનેડાને "ખરાબ વર્તન ધરાવતો" દેશ ગણાવ્યો. શું બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ?  તેમણે કહ્યું કે અમે કેટલાક ટેક્સ, ખાસ કરીને ડિજિટલ સર્વિસ ટેક્સ (DST) દૂર કરવાની માંગ કરી રહ્યા છે, જે સોમવારથી લાગુ થવા જઈ રહ્યો છે અને એમેઝોન, ગૂગલ અને મેટા જેવી અમેરિકન ટેક કંપનીઓને તેનાથી અસર થશે. આ ઇન્ટરવ્યુમાં, ટ્રમ્પે એ પણ ખુલાસો કર્યો કે તેમને TikTok માટે ખરીદાર મળી ગયો છે, જે કેટલાક "ખૂબ જ ધનિક લોકો"નું જૂથ છે.

પાકિસ્તાને વધુ એક દુશ્મન દેશને છંછેડ્યો, આત્મઘાતી હુમલા થતા સરહદો બંધ કરી દીધી

Image
Pakistan-Afghanistan Border : પાકિસ્તાનના બે જિલ્લામાં આત્મઘાતી હુમલા થયા બાદ પાકિસ્તાની સરકારે અફઘાનિસ્તાન સાથેની દુશ્મનીને વધુ ઘેરી બનાવી લીધી છે. પાકિસ્તાને અફઘાનીસ્થાન સાથેની એક મહત્ત્વની સરહદને આગામી આદેશ સુધી બંધ કરી દીધી છે. પીટીઆઈના રિપોર્ટ મુજબ પાકિસ્તાનના સીનિયર અધિકારીએ કહ્યું કે, શનિવારે ખૈબર પખ્તૂનખ્વાના ઉત્તર વઝીરિસ્તાનમાં આત્મઘાતી હુમલો અને અફઘાનિસ્તાન સરહદ પાસેના પ્રદેશમાં હિંસા થતા ગુલામ ખાન સરહદ બંધ કરી દીધી છે. હુમલા બાદ પ્રદેશમાં ડરનો માહોલ ઉભો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. વઝીરિસ્તાનમાં આત્મઘાતી હુમલો થતો હતો

દેશમાં ઈ-વોટિંગના યુગનો પ્રારંભ : બિહારમાં 40000 મતદારે ઘરબેઠાં મોબાઇલથી મતદાન કર્યું

Image
Bihar Election News :  દેશના સૌથી પછાત રાજ્યમાં સ્થાન પામની બિહારે ભારતની ચૂંટણીમાં નવા યુગની શરુઆત કરી શકે છે. આ નવી શરૂઆત ઇ-વોટિંગની છે. બિહારમાં  છ નગરપાલિકાની ચૂંટણીમાં પહેલી જ વખત ઇલેક્ટ્રોનિક વોટિંગ એટલે કે ઇ-વોટિંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ છે અને જો તેમા સફળતા મળે તો આગામી ચૂંટણીઓમાં તેનો ઉપયોગ સફળતાપૂર્વક કરવામાં આવી શકે છે.  ઇલેક્ટ્રોનિક વોટિંગમાં મોબાઇલથી અને કમ્પ્યુટરથી મતદાન કરવા મંજૂરી મળી છે.

એર ઈન્ડિયાના વિમાનના કેબિનમાં ધૂમાડો થયો? પરત ફરી ફ્લાઈટ, કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

Image

જાણીતી અભિનેત્રી શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન, બોલિવૂડ શૉકમાં ડૂબ્યું

Image
Shefali Jariwala passes away:  કાંટા લગા... ગીતને કારણે પ્રસિદ્ધ થઈ ચૂકેલી જાણીતી અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું હાર્ટએટેકને કારણે નિધન થઇ ગયું છે. આ અહેવાલ બાદથી બોલિવૂડમાં શૉકનો માહોલ છવાયો છે. તેમના પતિ પરાગ ત્યાગીએ શેફાલીને છાતીમાં દુઃખાવાની ફરિયાદને પગલે  હોસ્પિટલ પહોંચાડી હતી પરંતુ ત્યાં ડૉક્ટરોએ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરી દીધી હતી.

અમેરિકામાં જન્મ લેનારા બાળકને મળશે નાગરિકતા? સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પ વહીવટી તંત્રની મોટી જીત

Image
US Citizenship Rule: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના પહેલા જ દિવસે એક મોટા એક્ઝીક્યુટિવ ઑર્ડરને સાઇન કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે, અમેરિકામાં જન્મ લેનારા બાળકોને નાગરિકતા નહીં મળે, જેના માતા-પિતામાંથી કોઈપણ એકને અમેરિકાના નાગરિક અથવા લીગલ પર્માનેન્ટ રેજિડેન્ટ (ગ્રીન કાર્ડ હોલ્ડર) નથી. તેનો મતલબ છે કે અમેરિકામાં જન્મના આધાર પર કોઈને ઓટોમેટિકલી નાગરિકતા નહીં મળે. પહેલા અમેરિકામાં જન્મનારા દરેક બાળકોને અહીંની નાગરિકતા આપોઆપ મળી જતી હતી, તેને બર્થરાઇટ સિટિઝનશિપ કહેવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો.

'પહલગામ હુમલાને દુનિયા ભૂલી નથી', ભારતે UNમાં પાકિસ્તાનને આડેહાથ લીધું

Image
Ambassador P. Harish On UN : ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં પાકિસ્તાનની 'રાજકીય રીતે પ્રેરિત ટિપ્પણીઓ' અને 'નાપાક એજન્ડા'ને આગળ વધારવાના તેના પ્રયાસોની સખત નિંદા કરી છે. UNની પ્રક્રિયાઓ પર પાકિસ્તાનના 'અયોગ્ય આરોપો' અને બાળકો પરના અત્યાચાર અને સરહદ પારના આતંકવાદથી ધ્યાન હટાવવાના તેના પ્રયાસોને સખત નકારી કાઢતાં ભારતે કહ્યું કે, 'વિશ્વ હજુ પહલગામ હુમલાને ભૂલી શક્યું નથી.'

VIDEO: 'જય હિન્દ, જય ભારત', શુભાંશુ શુક્લાનું ISSમાં જબરદસ્ત સ્વાગત, અંતરિક્ષથી આપ્યો પહેલો સંદેશ

Image
Shubhanshu Shukla Video: ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સહિત ચાર એસ્ટ્રોનોટ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં એન્ટ્રી કરી ચૂક્યા છે. સ્પેસ સ્ટેશનમાં એન્ટ્રી કર્યા બાદ ત્યાંના ક્રૂ મેમ્બર્સે તેમનું ઉત્સાહથી સ્વાગત કર્યું. સ્પેસ સ્ટેશનમાં થયું જબરદસ્ત સ્વાગત અંતરિક્ષ સ્ટેશનના ક્રૂ મેમ્બર્સે એક્સિઓમ-4 મિશન કમાન્ડર પૈગી વ્હિટસનનું સ્વાગત કર્યું, જ્યારે તેઓ ભારતીય સમય અનુસાર સાંજે 5:44 વાગ્યે સ્પેસ સ્ટેશનમાં ઉતર્યા. મિશન પાયલટ શુભાંશુ શુક્લા વ્હિટસન બાદ ઉતર્યા હતા.

‘યુદ્ધ ખતમ કરો, નહીં તો...’ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કર્યા બાદ ટ્રમ્પની પુતિનને ચેતવણી

Image
Russia-Ukraine War : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) નેધરલેન્ડના હેગ શહેરમાં નાટો સમિટમાં પહોંચી યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોડિમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ મામલે મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે ઉચ્ચસ્તરીય બેઠક કર્યા બાદ કહ્યું કે, ‘અમેરિકા યુક્રેનને વધુ પેટ્રિયટ મિસાઈલ આપવા માટે ગંભીર રીતે વિચારી રહ્યું છે.’ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin)ને પર કડક સંદેશ આપી કહ્યું કે, ‘પુતિને યુદ્ધ ખતમ કરવું પડશે અને તેઓ ટૂંક સમયમાં તેમની સાથે વાત કરશે.’ અમેરિકા યુક્રેનને મિસાઈલ આપશે

ગુજરાતમાં આજે 120 તાલુકામાં મેઘમહેર, 29 જૂન સુધી ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં એલર્ટ

Image
Rain in Gujarat: ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. અનેક જિલ્લા અને શહેરોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે(24 જૂન) સવારે સાંજના 6 વાગ્યા સુધીમાં 120 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 8.66 ઈંચ અને તિલકવાડામાં 7.

VIDEO : ભીષણ યુદ્ધ: એકસાથે 50 ફાઇટર જેટ સાથે ઇઝરાયલનો ઈરાન પર હુમલો, સૈન્ય ઠેકાણા પર ભારે નુકસાન

Image
Iran-Israel War News : ઇઝરાયલે 50થી વધુ ફાઇટર જેટ મોકલીને ઈરાન પર ભયાનક હુમલા કર્યા છે. તેણે દાવો કર્યો છે કે, ગુપ્ત માહિતી મળ્યા બાદ ઇઝરાયલી સેના(IDF)એ તેહરાનમાં મુખ્ય કમાન્ડ સેન્ટરો અને સંપત્તિઓ પર મિસાઇલ હુમલા કર્યા છે. આઇડીએફએ કહ્યું કે, ‘તાજેતરમાં મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે, તેમાં ઈરાની સેનાના હથિયારોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અમે ઈરાન સેનાના હેડક્વાર્ટર, મિસાઇલ-રડાર પ્રોડક્શન સાઇટ અને મિસાઇલ સંગ્રહ સ્થળોને ટાર્ગેટ કરીને હુમલા કર્યા છે. ઇઝરાયલના હુમલામાં ઈરાનના અનેક મહત્ત્વના ઠેકાણા નાશ

ગુજરાતના 10 ડેમ 100 ટકા ભરાયા, 15 હાઈ ઍલર્ટ પર, જાણો રાજ્યના ડેમની સ્થિતિ

Image
Gujarat's Dams Updates : ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે, ત્યારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબુરી, જામગનર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 ડેમ 100 ટકા ભરાયા છે. જ્યારે 15 જેટલા ડેમને લઈને હાઈ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 28 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાતા ઍલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.  206 ડેમમાં સંગ્રહ શક્તિના 45.

'અમેરિકાએ સમજી-વિચારીને લીધો નિર્ણય, ઈરાન પાસે હજુ પણ વાતચીતનો મોકો', જેડી વેન્સનું મોટું નિવેદન

Image
America Strikes in Iran: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ પણ ઝંપલાવ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાએ ઈરાનની ત્રણ મોટી પરમાણુ સાઇટ્સ- ફોર્ડો, નતાંજ અને ઇસ્ફહાન - પર સફળતાપૂર્વક હવાઈ હુમલા કર્યા છે. ટ્રમ્પના અનુસાર, ફાઈટર વિમાનોએ ફોર્ટોને મુખ્ય રીતે નિશાન બનાવીને બોમ્બમારો કર્યો અને તમામ વિમાન સુરક્ષિત પરત ફરી ચૂક્યા છે. તેમણે આને અમેરિકન સૈન્ય શક્તિની મિસાલ ગણાવી અને કહ્યું કે, હવે શાંતિનો સમય છે. આ હુમલો એવા સમયે થયો, જ્યારે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ઇઝરાયલની સામે ચિંતાનો વિષય બનેલો છે. આ અમેરિકન હુમલા બાદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પહેલી પ્રતિક્રિયા આપી છે.

યુદ્ધમાં USની એન્ટ્રી બાદ ઈરાન 'Strait Of Hormuz' બંધ કરે તો આખી દુનિયા ટેન્શનમાં મૂકાશે!

Image
Iran Israel War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં અમેરિકાએ એન્ટ્રી કરી છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર એર સ્ટ્રાઈક કરી છે. જેનાથી વૈશ્વિક સ્તરે ત્રીજા વિશ્વ યુદ્ધની ભીતિ વધી છે. આ ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુજ (Strait Of Hormuz) બંધ કરે તો વિશ્વભરમાં ક્રૂડની મંદી આવી શકે છે. આ સ્ટ્રેટ ઓફ હોર્મુજ એ વિશ્વ માટે સૌથી મહત્ત્વપૂર્ણ ક્રૂડ ઓઈલના પરિવહન માટેના દરિયાઈ માર્ગ પૈકી એક છે. આવો જાણીએ કેમ જરૂરી છે હોર્મુજ અને તે બંધ થયો તો તેની શું અસર થશે?

Gujarat Rain: સાબરકાંઠાના વડાલીમાં બારે મેઘ ખાંગા, 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર

Image
Image: X @DDNewsGujarati Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસથી મેઘરાજાની બેટિંગ શરૂ છે. એવામાં શનિવારે (21 જૂન) રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાંન વિભાગના આંકડા અનુસાર, શનિવારે 24 કલાકની અંદર સાબરકાંઠામાં સાડા બાર ઈંચ વરસાદ નોંધાયો હતો.

'તાકાતના જોરે જ શાંતિ સ્થપાય...' ઈરાન પર અમેરિકાના હુમલાથી નેતન્યાહુ થયા ખુશખુશાલ!

Image
Israel vs Iran War Updates : હવે અમેરિકા પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ખુલ્લેઆમ જોડાઈ ગયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો - ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર સફળતાપૂર્વક હવાઈ હુમલા કર્યા છે.  President Trump and I often say: ‘Peace through strength.

ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી, 3 પરમાણુ ઠેકાણે હુમલા, દુનિયાભરમાં હડકંપ

Image
Israel Iran War Updates : અમેરિકાએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઝંપલાવી દીધું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમારી વાયુસેનાએ ઈરાનના ફોર્ડો, નતાન્ઝ અને એસ્ફહાન પરમાણુ મથકો પર સફળતાપૂર્વક હુમલો કર્યો છે. આ હુમલો કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાને સંબોધી હતી. 

ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદનું ઍલર્ટ, 22 જૂનથી રાજ્યભરમાં થશે જળબંબાકાર

Image
Rain Forecast, Gujarat : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 25 જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 19 થી વધુ જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. આગામી 22 તારીખથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે.  આગામી 5 દિવસ ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શનિવારે (21 જૂન) કચ્છ, પાટણ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

'IPLમાં ચેમ્પિયન બનવા કરતા ટેસ્ટ સીરિઝ જીતવી મોટી ઉપલબ્ધિ', ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા શુભમન ગિલે કરી મોટી વાત

Image
Shubman Gill Statement on Test Series: શુક્રવારે યુવા ટીમ ઈન્ડિયા ટીમ ઈંગ્લેન્ડ સાથે ટકરાશે. શુભમન ગિલની કપ્તાનીમાં ભારતની યુવા ટીમ પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમવા ઈંગ્લેન્ડ ગઈ છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન જેવા સિતારાઓના સંન્યાસ બાદ ટીમ ઈન્ડિયાની આ પહેલી ટેસ્ટ સીરિઝ છે. ભારતીય ટીમ લીડ્સમાં શુક્રવારે, 20 જૂનથી પહેલી ટેસ્ટ મેચ રમશે. આ પહેલા કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

ટ્રમ્પ ફરી બોલ્યા, કહ્યું- ‘આઈ લવ પાકિસ્તાન, મારા દ્વારા જ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટક્યું’

Image
Donald Trump on India Pakistan Ceasefire : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. ત્યારબાદ ટ્રમ્પના આમંત્રણ પર વ્હાઈટ હાઉસ પહોંચા પાકિસ્તાની સેનાના જનરલ આસીમ મુનીરે અમેરિકન પ્રમુખ સાથે ડીનર કર્યું હતું. આ તમામ ઘટનાક્રમ બાદ ટ્રમ્પે ફરી એકનો એકનો રાગ આલાપ્યો છે અને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની ક્રેડીટ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘મેં જ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યું છે.’

...તો શું વધારે વજનને કારણે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું? તપાસ અધિકારીઓને આશંકા

Image
- એન્જિન, હાઇડ્રોલિક સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ નિષ્ફળતાની તપાસ થશે - પાયલોટના તાલિમ રેકોર્ડ, ટેકઓફ સમયે વિમાનનું કુલ વજન, ફ્લાઇટ ઓપરેશન ઓફિસર સહિતની વિગતો માગવામાં આવી  - વિમાન ખાખ થઇ ગયું હોવાથી તપાસમાં વધુ સમય લાગી શકે છે, બ્લેકબોક્સ, ફ્લાઇટ ડેટા રેકોર્ડર, કોકપિટ રેકોર્ડર પર આધાર - કેટલાક વિમાન અકસ્માત એટલા ભયાનક હોય છે કે બ્લેકબોક્સ તેની સુરક્ષાની ક્ષમતા ગુમાવી દે છે : નિષ્ણાતો Ahmedabad Plane Crash News : અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન બોઇંગ ડ્રીમલાઇનર ક્રેશ થતા અનેક લોકો માર્યા ગયા હતા. આ વિમાન ક્રેશ થવા પાછળ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.

સદ્દામ જેવી હાલત કરીશું, ઈરાનમાં જ લટકાવી દઈશું... ઈઝરાયેલે ખામેનેઈને ફરી ધમકી આપી

Image
Israel Warn Iran Ayatollah Ali Khamenei : મધ્ય-પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર તાબડતોડ હુમલાઓ કરી રહ્યા છે. ઈઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમના ઠેકાણાઓનો ખાતમો કરવાની કસમ ખાધી છે. અગાઉ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu)એ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ (Iran Supreme Leader Ayatollah Seyyed Ali Khamenei)ને ધમકી આપી હતી, ત્યારે હવે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે ખામેનેઈને ધમકી આપી છે. તેમણે ચેતવણી આપતી કહ્યું છે કે, ખામેનેઈની હાલત ઈરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ જેવી થઈ શકે છે. ‘ઈરાનના લોકો જ ખામેનેઈને ફાંસીએ લટકાવી દેશે’

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં અતિભારે વરસાદ, સરકારે જિલ્લા કલેક્ટર્સને આપ્યા મોટા આદેશ

Image
Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાની ધમધોકાટ શરુઆત થઈ ગઈ છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ ભારે વરસાદ પડવાની શરૂ થઈ ગઈ છે, ત્યારે ચોમાસાના પ્રવેશ તેમજ હવામાન ખાતાની આગાહીને ધ્યાને રાખીને રાજ્ય સરકારે સતર્કતાના પગલા શરૂ કરી દીધા છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને લઈ નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગેની જરૂરી સૂચના જિલ્લા કલેક્ટર્સને આપી છે.  રાજ્ય સરકારે દિશાનિર્દેશ જાહેર કર્યા રાજ્ય સરકારે હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થાને સ્થળાંતર કરવા અને ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવા જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની, તેમજ નદી-નાળા-વહેતા પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરી છે.

BIG NEWS: ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે તેલની કિંમતોમાં 'આગ', ભારતમાં પણ મહત્ત્વપૂર્ણ બેઠક

Image
Oil Crisis In International Market : ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણું અને લશ્કરી મથકો પર મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં આગ ઝરતી તેજી આવી છે. તેલની કિંમતો વધવાની અસર ભારત પર પણ પડવા લાગી છે. ક્રૂડમાં એકઝાટકે ભાવ વધરા ભારતે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. ક્રૂડની કિંમતો 120 ડૉલર પર પહોંચવાની સંભાવના ક્રૂડ ઓઈલની કિંમતોની વાત કરીએ તો તેના ભાવમાં 7.

અમેરિકાનાં ન્યૂજર્સીમાં દાવાનળ ભભૂક્યો, ધૂમાડો એટલો વ્યાપક કે ફીલાડેલ્ફીયાના લોકો ગૂંગળાયા

Image
USA Fire News : ન્યૂજર્સી રાજ્યની બર્લિંગ્ટન કાઉન્ટીમાં દાવાનળ ફાટી નીકળતાં હવા ધૂમાડાથી ભરાઈ ગઈ હતી. 3250 એકરમાં ફેલાયેલી આગના ધૂમાડાને લીધે હવામાં 30 ટકા જેટલા કાર્બનકણ પ્રસરતાં ફીલાડેલ્ફીયા શહેરમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવો પડયો હતો. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.  જંગલની આ આગને લીધે આસપાસની ભૂમિ પણ 'શેકાઈ' ગઈ હતી. બીજી તરફ આગ કાબુમાં આવવાને બદલે વધુને વધુ વ્યાપક બની રહી છે.

ગુજરાતમાં વીજળી પડવાના કારણે એક જ દિવસમાં 4ના મોત, રાજકોટ-અમરેલીમાં મુશળધાર વરસાદ

Image
Heavy rain in Gujarat:  ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં આજે શનિવારે (14 જૂન) ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના 14થી વધુ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે અમરેલી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં દાહોદમાં સાંજના સમયે આવેલા ભારે વરસાદમાં વીજળી પડતા મુવાલિયા ગામે પિતા-પુત્રનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.  દાહોદમાં વીજળી પડતાં પિતા-પુત્રનું કરુણ મોત રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો છે, ત્યારે આજે 14 જૂને દાહોદ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાતાં જોરદાર વરસાદ ખાબક્યો હતો.

ગુજરાતમાં મેઘરાજાની મુશળધાર એન્ટ્રી: 8 જિલ્લામાં રેડ ઍલર્ટ, 62થી 87 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

Image
Rain and Storm alert : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે શનિવારે (14 જૂન) અમરેલી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, ગોંડલ, સુરત, નવસારી, તાપી, વડોદરા, રાજકોટ સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. તેવામાં હવામાન વિભાગે આજે 14 જૂને રાત્રે 10 વાગ્યાથી આગામી 3 કલાક માટેનું Nowcast જાહેર કર્યું છે. આ જિલ્લામાં રેડ એલર્ટ  હવામાન વિભાગના 14 જૂનના Nowcast મુજબ, રાજ્યમાં આજે રાત્રે 10 વાગ્યાથી આગામી 3 કલાક માટે ભાવનગર, બોટાદ, ભરૂચ, આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જિલ્લામાં ગાજવીજ અને 62-87 કિ.

પ્લેન ક્રેશનું શું હતું કારણ? આંખના પલકારામાં સર્જાયેલી દુર્ઘટના કાયમી રહસ્ય જ બની રહેશે?

Image
Ahmedabad Plane Crash News : વિશ્વ આખાને હચમચાવતી અમદાવાદમાં પ્લેન-ક્રેશ દુર્ઘટના પાછળ એન્જિન બ્લોક થયું તે લગભગ નિશ્ચિતપણે માનવામાં આવી રહ્યું છે. પરંતુ એન્જિન બ્લોક થવા પાછળ મહદ્દઅંશે ફ્યુઅલ પમ્પ બ્લોક થવાનું કારણ હોવાની સંભાવનાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે. વિમાન જે રીતે રવાના થયું અને થોડી જ ક્ષણોમાં સાવ જમીન તરફ ધસી ગયું તે પાછળ ઈંધણ ન મળવાથી એન્જિન જ બ્લોક થવાથી સ્થિતિ પાયલોટના હાથ બહાર જતી રહી હોવાનું નિષ્ણાતો અને પાયલોટ્સ માની રહ્યાં છે. માત્ર 625 ફૂટની ઊંચાઈએ પહોંચીને બોઈંગ ધરાશાયી થવાની સ્થિતિ પાછળ નબળું મેન્ટેનન્સ કારણભૂત હતું કે ટેકનિકલ ખામી હતી તે મુદ્દો જ તપાસ હેઠળ છે. ગુજરાતના ઈતિહાસમાં કલંકરૂપ વિમાન કરૂણાંતિકાના કારણો સ્પષ્ટ થતાં મહિનાઓ વિતી શકે છે.

BIG NEWS: ઈરાનનો ઇઝરાયલ પર 100થી વધુ મિસાઈલથી હુમલો, લાખો લોકોને સુરક્ષિત સ્થાનો પર જતા રહેવા નિર્દેશ

Image
Iran Attacks Israel with 100+ Missiles After Airstrike: મિડલ ઈસ્ટમાં જેનો ભય હતો એ જ થઈ રહ્યું છે, ઇઝરાયલના હુમલા બાદ ઈરાનના વળતા પ્રહારથી વિશ્વ વધુ એક યુદ્ધના દરવાજે ઊભું છે. ઇઝરાયલ દ્વારા ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક બાદ ઈરાને પણ ઇઝરાયલ પર મિસાઈલથી હુમલા શરૂ કર્યા છે.  તહેરાન ટાઈમ્સના અહેવાલ અનુસાર ઈરાને ઇઝરાયલ પર 100થી વધુ મિસાઇલથી હુમલો કર્યો છે.

ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલનો મોટો નિર્ણય, દુનિયાના અનેક દેશોમાં એમ્બેસી બંધ

Image
Israel announces embassy closure : ઈરાન પર ભીષણ હુમલા બાદ આજે શુક્રવારે (13 જૂન) ઈઝરાયલે દુનિયાભરમાં પોતાની એમ્બેસી બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ઈઝરાયલે પોતાના નાગરિકોને સતર્ક રહેવાની અને જાહેર સ્થળોએ યહુદી કે ઈઝરાયલી ચિન્હ ન બતાવવા અપીલ કરી છે. જેમાં દૂતાવાસની વેબસાઈટ પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે, ઈઝરાયલ હાલ કોઈપણ પ્રકારની કોન્સ્યુલર સેવાઓ પૂરી પાડશે નહીં. તમને જણાવી દઈએ કે, ઈઝરાયલ દ્વારા ઈરાનની રાજધાની તેહરાન કરેલી એરસ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં 78 લોકોના માત નીપજ્યા છે, જ્યારે 329થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.  ઈઝરાયલની સરકારે જનતાને કરી અપીલ

ઈઝરાયલે ઈરાન પર શરૂ કર્યા હુમલા, તહેરાનમાં પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવ્યાં

Image
Israel attack on Tehran : મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ઈઝરાયલે ઇરાનની રાજધાની તહેરાનમાં હુમલો કરતાં ઠેર ઠેર બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા. ઈઝરાયલે આ હુમલાની પુષ્ટી કરતાં કહ્યું કે અમે ઈરાનમાં પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવીને હુમલા કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ હવાઈ હુમલા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ઈરાન ખુદ  પરમાણુ બોમ્બ બનાવવાની નજીક પહોંચી ગયું છે. 

અમદાવાદ પ્લેન ક્રેશ : ફલાઇટમાં સવાર 241 મુસાફરોના મોત, એકનો બચાવ, એર ઇન્ડિયાની સત્તાવાર જાહેરાત

Image
Air India Plane Crash:   અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે (12 જૂન, 2025) બપોરે ક્રેશ થઈ ગઈ. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા છે. જેની પુષ્ટિ એર ઇન્ડિયા દ્વારા કરાઇ છે. દુર્ઘટના બાદ વિમાન નજીકની મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડ્યું હતું, જેમાં 24 લોકોના મોત થયા હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે.

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે તપાસમાં અમેરિકાની એજન્સી પણ કરશે મદદ, NTSBની ટીમ આવશે ભારત

Image
Air India Flight Crash in Ahmedabad : અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઈન્ડિયા ફ્લાઈટની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)એ જાહેરાત કરી છે કે, તે ભારતની વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB)ને ઘટનાની તપાસ કરવામાં મદદ કરશે.  જે કંપનીએ વિમાન બનાવ્યું, તે એક્સપ્રર્ટ્સની ટીમ ભારત મોકલશે અમેરિકાની એજન્સી એલટીએસબીએ પોતાની એક્સપર્ટ્સની ટીમ ભારત મોકલવાની તૈયારી કરી દીધી છે. આ ટીમ એઆઈઆઈબી સાથે મળી અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનની તમામ બાબતોની તપાસમાં કરશે.

ભારતીય શેરબજાર અમેરિકા, ચીનને પછાડીને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું બજાર બન્યું

Image
Indian Stock Market News :  ભારતીય શેરબજારમાં તાજેતરની ઉથલપાથલ છતા એંકદરે સારી તેજી જોવા મળી છે. ભારતીય માર્કેટે જબરદસ્ત છલાંગ લગાવી છે અને વૈશ્વિક મંચ પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે. માર્ચ, 2025ની શરૂઆતથી ભારતમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 1 ટ્રિલિયન ડોલર વધીને 5.33 ટ્રિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે એટલેકે લગભગ 3 જ મહિનામાં 1 લાખ કરોડ ડોલરનો શાનદાર વધારો જોવા મળ્યો છે. ભારતીય માર્કેટની 21 ટકાની આ વૃદ્ધિ વિશ્વના ટોચના 10 શેરબજારોમાં સૌથી ઝડપી છે.

બિહાર વિધાનસભાની ચૂંટણી ભાજપની કસૌટી કરશે, વધુ સીટ મેળવવા માટે સાથી પક્ષો દબાણ વધારવા લાગ્યા

Image
Bihar Assembly Elections: આ વર્ષના ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કુલ 243 બેઠકોમાંથી કોને કેટલી બેઠકો પર લડવા મળશે, એ માટેની રણનીતિ અત્યારથી જ ઘડાવા લાગી છે. રાજ્યના વર્તમાન શાસક NDA ના ઘટક પક્ષો મહત્તમ સીટ મેળવવા માટે ભાજપ પર આડકતરી રીતે દબાણ કરી રહ્યા છે અને એ માટે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ કે, કયો પક્ષ કેટલો અને કેવો દાવો કરી રહ્યો છે.  બિહાર વિધાનસભાના મુખ્ય ખેલાડીઓ કોણ છે? 

કેન્યામાં 28 ભારતીય પર્યટકને લઈ જતી બસનો ગોઝારો અકસ્માત, પાંચના મોત, અનેક ઈજાગ્રસ્ત

Image
   kenya Accident : કેન્યામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કેરળના પાંચ લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. આ દુર્ઘટના 9 જૂને ભારતીય સમય અનુસાર સાંજના 7 વાગ્યે ન્યારુરુ નજીક સર્જાઈ હતી જે નૈરોબીથી લગભગ 150 કિ.મી. દૂર આવેલો એક વિસ્તાર છે. 

માત્ર સંપત્તિનું રજિસ્ટ્રેશન કરાવી લેવાથી માલિક ના બની શકો, આ દસ્તાવેજો પણ જરૂરી : સુપ્રીમ

Image
સંપત્તિનું રજિસ્ટ્રેશન અને માલિકી વચ્ચે અંતર : સુપ્રીમની સ્પષ્ટતા માલિક બનવા રજિસ્ટ્રેશન ઉપરાંત પજેશન લેટર, ટેક્સની રસીદ, એનઓસી, ટાઇટલ ડીડ સહિતના દસ્તાવેજો પણ જરૂરી  સંપૂર્ણ ઓનરશિપ મળી ગયા બાદ જ સંપત્તિનો કબજો, ટ્રાન્સફર કે તેના સંચાલનનો અધિકાર મળે છે તેવી સ્પષ્ટતા Supreme court news: સંપત્તિની નોંધણી અને માલિકી અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. અત્યાર સુધી એવી ધારણા હતી કે જો સંપત્તિની નોંધણી થઇ જાય તો તેનાથી પુરો માલિકી હક મળી જાય છે. જોકે સુપ્રીમ કોર્ટે એક મામલામાં સ્પષ્ટતા કરી છે કે સંપત્તિની નોંધણી કરાવી લેવા માત્રથી આપમેળે તેના માલિક નથી બની જવાતું.

રાજા રઘુવંશી હત્યાકાંડ ઉકેલાયો! ચારેય આરોપીઓએ કરી કબૂલાત, સોનમની સામે જ કરાઇ હતી હત્યા

Image
Raja Raghuvanshi Murder Case : રાજા રઘુવંશી હત્યા કેસથી સમગ્ર દેશમાં રોષની લાગણી પ્રસરી છે. આ કેસમાં સતત નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. આ દરમિયાન હત્યાકાંડમાં સામેલ ચારેય આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ રાજા રઘુવંશીની હત્યા અને હત્યા પછી મૃતદેહને ઊંડી ખીણમાં ફેંકી દેવાની કબૂલાત કરી છે. ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. જેમાં રાજાની પત્ની સોનમ રઘુવંશીને મુખ્ય આરોપી તરીકે વર્ણવવામાં આવી છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સામે કેસ: લોસ એન્જલસમાં સૈનિકો મોકલવાનો વિરોધ, કેલિફોર્નિયાએ કહ્યું- ટ્રમ્પે હદ પાર કરી

Image
California Sues Trump : અમેરિકાના લોસ એન્જલસમાં ઈમિગ્રેશનના કાયદાઓ વિરુદ્ધ હિંસક દેખાવો થઈ રહ્યા છે. જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પે બે હજાર નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાના આદેશ આપ્યા હતા. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ સામે જ કેસ કરી દેવાયો છે. રાજ્યના ગવર્નરનું કહેવું છે કે કાયદો વ્યવસ્થા સંભાળવામાં તેઓ સક્ષમ છે અને ટ્રમ્પે તેમાં દખલ આપવાની જરૂર નથી. 

મિશન Axiom-4: 11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા, 4 રેકોર્ડ તૂટશે

Image
Shubhanshu Shukla's Space Axiom-4 Mission : ભારતીય વાયુસેનાના બહાદુર ટેસ્ટ પાઈલટ શુભાંશુ શુક્લા ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તેઓ 11 જૂને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન સી213માં સવાર થઈને અંતરીક્ષ એટલે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે ઉડાન ભરવાના છે. 15 વર્ષ સુધી કૉમ્બેટ પાયલોટ રહેલા શુભાંશુ ઐતિહાસિક અંતરિક્ષણ મિશન Axiom-4ને સફળ બનાવવા જઈ રહ્યા છે. આ મિશન એક્સિઓમ સ્પેસ હેઠળ લોન્ચ થવાનું છે અને તેને ‘મિશન આકાશ ગંગા’ પણ કહેવામાં આવે છે. આ મિશન ભારત અને અમેરિકા વચ્ચેના અવકાશ સહયોગનું પરિણામ છે, જેમાં ભારતે 548 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 

અમેરિકામાં નેતા, પત્રકારો, સરકારી અધિકારીઓના સ્માર્ટફોન્સ હેક થયા

Image
ચીનના હેકર્સનો અમેરિકામાં મોટા સાયબર હુમલાનો દાવો ચીનના હેકર્સે અજાણ્યા અમેરિકનોના ફોન કોલ સાંભળવા, સંદેશા વાંચવા હેકિંગ અભિયાન ચલાવ્યાનો સુરક્ષા નિષ્ણાતોનો દાવો ચીનના હેકર્સે 2024માં ટ્રમ્પ-વેન્સના ફોન હેક કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો : નિષ્ણાતો, ચીને સાયબર જાસૂસીના આરોપ નકાર્યા USA news : મેરિકામાં સાયબર સુરક્ષા તપાસકારોએ ખૂબ જ નાના સ્તર પર અસામાન્ય સોફ્ટવેર ક્રેશ એટલે કે સાયબર હુમલાની નોંધ કરી છે. નાના સ્તર પર નેતાઓ,પત્રકારો, ટેક્નોલોજી અને સરકારી અધિકારીઓના સ્માર્ટફોન્સ હેક થયા હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું છે. ગયા વર્ષના અંતથી શરૂ થયેલું હેકિંગ વર્ષ 2025માં પણ ચાલુ રહ્યું છે, જ્યાં અત્યાધુનિક સાયબર હુમલામાં યુઝર તરફથી એક પણ ક્લિક થયા વિના જ હેકર્સ તેમના ટાર્ગેટ વ્યક્તિના ફોનમાં ઘૂસણખોરી કરે છે અને ફોનમાં સાયબર હુમલાના કોઈ સંકેત પણ છોડતા નથી.

પુતિન યુક્રેન બાદ જર્મની સાથે યુદ્ધ કરશે ! બંકરો, સુરંગો, ટેંકો બનાવવાની કામગીરી પુરજોશમાં, રિપોર્ટમાં દાવો

Image
Russia May Attack On Germany : શું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન બાદ જર્મની સાથે યુદ્ધ કરશે? આની ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે, રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર કબજો કરવાની તૈયારીમાં દાવો કરાયો છે. બીજીતરફ રશિયા યુક્રેન બાદ જર્મનીને પોતાના તાબામાં લેવા માટે યુદ્ધ કરેલ તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ચોંકવનારી વાત એ છે કે, જર્મનીએ બંકરો, સુરંગો અને ટેંકો સહિતનું બાંધકામ કરવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે, જેના કારણે રશિયાના સંભવિત હુમલાની આશંકા વ્યક્ત કરાઈ છે. જર્મનીએ બંકર અને સુરંગો બનાવવાનું શરૂ કર્યું રિપોર્ટ મુજબ, રશિયાએ યુક્રેનની મુશ્કેલી વધાર્યા બાદ યુરોપના અનેક દેશો યુક્રેનની મદદ કરી રહ્યા છે.

'જે સાથ આપે, તે પાર્ટીને મત આપો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે ગૌરક્ષાને લઈને આપ્યું મોટું નિવેદન

Image
Shankaracharya Avimukteshwaranand Big Statement : ગુજરૈલા ગામમાં સ્થિત મંગલધામ મંદિર ખાતે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ચોથા દિવસે જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી હાજર રહ્યા હતા. જેમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વૈદિક મંત્રોચ્ચારના જાપ કરીને માતા મહાકાળી, મહાસરસ્વતી અને ખાટુ શ્યામ બાબાની મુર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમણે ઉપસ્થિત ભક્તોને ધર્મનું પાલન કરવા અને ગૌસેવા કરવા હાકલ કરી હતી.  મુર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી પ્રયાજરાજ અને વૃંદાવનથી આવેલા આચાર્ય દિપક વશિષ્ઠ, અભિષેક પાઠક, માનસ પાઠક, પંડિત અતુલ મિશ્ર, પુજારી રમેશ મિશ્ર અન મુરારી લાલએ વિધિ મુજબ હવન અને પૂજા કરીને અનુષ્ઠાન સંપન્ન કર્યું હતું.

ટ્રમ્પ અને મસ્ક વચ્ચે સમાધાન? એપસ્ટીન ફાઇલ્સમાં ટ્રમ્પનું નામ હોવાનો દાવો કરતી પોસ્ટ ટેસ્લાના CEOએ કરી ડિલીટ

Image
Elon Musk Deletes Post Claiming Donald Trump: ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઇલૉન મસ્કે તેમની X પોસ્ટ ડિલીટ કરી દીધી છે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ જાતીય અપરાધી જેફરી એપસ્ટીન (10 ઓગસ્ટ, 2019 ના રોજ મૃત્યુ પામ્યા) ના કેસ સંબંધિત ફાઇલોમાં હતું. મસ્કનું આ પગલું ટ્રમ્પ સાથે સંભવિત સમાધાન સૂચવે છે, કારણ કે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેમજ ગયા મહિને અબજોપતિ ઉદ્યોગપતિ ઇલૉન મસ્કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) માંથી રાજીનામું આપ્યું હતું. 'બિગ બ્યુટીફુલ બિલ'  અને ટેક્સ કાપ અંગે ટ્રમ્પ સાથે ટકરાવ ચાલી રહ્યો છે. આ પણ વાંચો: દુનિયાના સૌથી નાના દેશ વેટિકનમાં નાગરિકો પાસેથી નથી વસૂલાતો ટેક્સ, તો કેવી રીતે મેળવે છે આજીવિકા?

મસ્કનું મગજ ખરાબ, હું વાત કરવાના મૂડમાં નથી: ફરી ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ

Image
Donald Trump And Elon Musk : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વના સૌથી અમિર વ્યક્તિ એલન મસ્કના ગાઢ સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. એક સમય બંને એકબીજાના ભરપૂર વખાણ કરતા હતા, જોકે હવે બંને એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ટ્રમ્પે તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મસ્કનું મગજ ખરાબ થઈ ગયું છે, મને તેમની સાથે વાતચીત કરવાનું મન થતું નથી. ટ્રમ્પે શુક્રવારે સવારે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મસ્ક મારી સાથે વાત કરવા માંગે છે, પરંતુ હું વાતચીત કરવા માટે તૈયાર નથી. ટ્રમ્પને મસ્કનો પ્રશ્ન પૂછાતા ભડક્યા

રશિયાએ યુક્રેનથી લીધો બદલો, ડ્રોનથી માંડી બેલેસ્ટિક મિસાઈલોનો વરસાદ કરી વરસાવ્યો કહેર

Image
Russia vs Ukrain War Updates : રશિયાએ યુક્રેનના ઓપરેશન સ્પાઈડર વેબનો જડબાતોડ જવાબ આપ્યો છે. રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો છે, જેમાં અનેક દિશાઓમાંથી બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન વડે ભયાનક હુમલો કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ હુમલો વ્યૂહાત્મક રીતે સંકલિત હતો અને રશિયાએ એકસાથે અનેક ટારગેટને નિશાન બનાવ્યા છે.

ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ ડીલ થવાની તૈયારી! ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે થઈ વાતચીત

Image
US-China Tariff War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આજે ગુરુવારે (5 જૂન) ફોન પર વાતચીત થઈ હતી. બંને દેશ વચ્ચે ટેરિફ મુદ્દા ચાલી રહેલી વાટાઘાટ દરમિયાન આ વાતચીત થઈ હતી. બંને દેશ વચ્ચેના ટેરિફ વ્યવહારની વાતચીતની અસર વૈશ્વિક વેપાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ચીનના વિદેશ મંત્રાલયે આ ફોનિક વાતચીતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, આ ફોન કોલ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, વ્હાઇટ હાઉસ તરફથી આ અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

બેંગલુરૂ નાસભાગ: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર સહિત અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

Image
Bengaluru Stampede: બેંગલુરૂમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બહાર નાસભાગમાં 11 લોકોના મોત અને 50થી વધુ લોકોના ઈજાગ્રસ્ત થવા પર કર્ણાટક સરકાર તરફથી મોટી કાર્યવાહી કરાઈ છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર, સ્ટેશન હાઉસ માસ્ટર, સ્ટેશન હાઉસ ઓફિસર, એસીપી, સેન્ટ્રલ ડિવીઝન ડીસીપી, ક્રિકેટ સ્ટેડિયમ પ્રભારી, અધિક પોલીસ કમિશનર, પોલીસ કમિશનરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું નિવેદન મુખ્યમંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, સ્ટેશન હાઉસ માસ્ટર અને સ્ટેશન હાઉસ ઓફિસર, સાથે જ સેન્ટ્રલ ડિવીઝનના એસીપી (આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ), ડીસીપી (ડિપ્ટી કમિશનર ઓફ પોલીસ), ક્રિકેટ સ્ટેડિયમ પ્રભારી અધિકારી, એડિશનલ કમિશનર ઓફ પોલીસ અને કમિશનર ઓફ પોલીસ - આ તમામને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.