બેંગલુરૂ નાસભાગ: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર સહિત અધિકારીઓને કર્યા સસ્પેન્ડ


Bengaluru Stampede: બેંગલુરૂમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બહાર નાસભાગમાં 11 લોકોના મોત અને 50થી વધુ લોકોના ઈજાગ્રસ્ત થવા પર કર્ણાટક સરકાર તરફથી મોટી કાર્યવાહી કરાઈ છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર, સ્ટેશન હાઉસ માસ્ટર, સ્ટેશન હાઉસ ઓફિસર, એસીપી, સેન્ટ્રલ ડિવીઝન ડીસીપી, ક્રિકેટ સ્ટેડિયમ પ્રભારી, અધિક પોલીસ કમિશનર, પોલીસ કમિશનરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું નિવેદન

મુખ્યમંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, સ્ટેશન હાઉસ માસ્ટર અને સ્ટેશન હાઉસ ઓફિસર, સાથે જ સેન્ટ્રલ ડિવીઝનના એસીપી (આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ), ડીસીપી (ડિપ્ટી કમિશનર ઓફ પોલીસ), ક્રિકેટ સ્ટેડિયમ પ્રભારી અધિકારી, એડિશનલ કમિશનર ઓફ પોલીસ અને કમિશનર ઓફ પોલીસ - આ તમામને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન