યુક્રેનના ‘સ્પાઈડર્સ વેબ’ ઓપરેશને દુનિયાને યાદ અપાવી ‘ટ્રોજન હોર્સ યુદ્ધ’ની, આ યુદ્ધ કળામાં ભારતે શું શીખવા જેવું છે

Operation Spider’s Web: પહેલી જૂન, 2025 ના રોજ યુક્રેને હાથ ધરેલા ‘ઓપરેશન સ્પાઈડર્સ વેબ’ને લીધે ફક્ત રશિયા જ નહીં, આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે. દોઢ વર્ષના બારીક પ્લાનિંગ પછી અમલમાં મૂકાયેલા આ ઓપરેશને રશિયાને જે પ્રકારે નુકસાન પહોંચાડ્યું છે અને યુક્રેનની યુક્તિ જે રીતે સફળ થઈ છે, એણે ભવિષ્યના યુદ્ધોની રૂપરેખા જ જાણે કે બદલી નાંખી છે. ઓછામાં ઓછા ખર્ચે દુશ્મન દેશને મરણતોલ ફટકો કઈ રીતે મારવો એનું આ ઓપરેશન ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે.
રશિયાના અંતરિયાળ વિસ્તારોમાં કારમા ઘા કર્યા
‘ઓપરેશન સ્પાઈડર્સ વેબ’ હેઠળ યુક્રેને રશિયાના સાઇબેરિયા જેવા અંતરિયાળ પ્રદેશો સુધી ડ્રોન હુમલા કરવામાં સફળતા મેળવી છે.
Comments
Post a Comment