સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં અતિભારે વરસાદ, સરકારે જિલ્લા કલેક્ટર્સને આપ્યા મોટા આદેશ


Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાની ધમધોકાટ શરુઆત થઈ ગઈ છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ ભારે વરસાદ પડવાની શરૂ થઈ ગઈ છે, ત્યારે ચોમાસાના પ્રવેશ તેમજ હવામાન ખાતાની આગાહીને ધ્યાને રાખીને રાજ્ય સરકારે સતર્કતાના પગલા શરૂ કરી દીધા છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને લઈ નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગેની જરૂરી સૂચના જિલ્લા કલેક્ટર્સને આપી છે. 

રાજ્ય સરકારે દિશાનિર્દેશ જાહેર કર્યા

રાજ્ય સરકારે હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થાને સ્થળાંતર કરવા અને ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવા જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની, તેમજ નદી-નાળા-વહેતા પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરી છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો