પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ખતમ, જૈશના આતંકી મૌલાના અબ્દુલ અઝીઝનું રહસ્યમય મોત

Pakistan Terrorist Maulana Abdul Aziz Isar Dies : પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મનનું મોત થયું છે. આતંકનો મોટો ચહેરો કહેવાતા જૈશ-એ-મોહમ્મદના સીનિયર કમાન્ડર મૌલાના અબ્દુલ અજીજ ઈસરનું રહસ્યમય મોત થયું છે, જેના કારણે ગુપ્ત આકાઓથી લઈને આતંકી નેટવર્ક સુધી ખળભળાટ મચી ગયો છે. કુખ્યાત આતંકી ઈસરે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેનું મોત કયા કારણોસર થયું, તે હજુ સુધી રહસ્ય છે. રિપોર્ટ મુજબ તેનો મૃતદેહ પાકિસ્તાનના બહાવલપુરમાંથી મળી આવ્યો છે અને અહીં જ જૈશનો મુખ્ય મથક પણ આવેલું છે.
Comments
Post a Comment