પ્લેન ક્રેશનું શું હતું કારણ? આંખના પલકારામાં સર્જાયેલી દુર્ઘટના કાયમી રહસ્ય જ બની રહેશે?


Ahmedabad Plane Crash News : વિશ્વ આખાને હચમચાવતી અમદાવાદમાં પ્લેન-ક્રેશ દુર્ઘટના પાછળ એન્જિન બ્લોક થયું તે લગભગ નિશ્ચિતપણે માનવામાં આવી રહ્યું છે. પરંતુ એન્જિન બ્લોક થવા પાછળ મહદ્દઅંશે ફ્યુઅલ પમ્પ બ્લોક થવાનું કારણ હોવાની સંભાવનાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે. વિમાન જે રીતે રવાના થયું અને થોડી જ ક્ષણોમાં સાવ જમીન તરફ ધસી ગયું તે પાછળ ઈંધણ ન મળવાથી એન્જિન જ બ્લોક થવાથી સ્થિતિ પાયલોટના હાથ બહાર જતી રહી હોવાનું નિષ્ણાતો અને પાયલોટ્સ માની રહ્યાં છે. માત્ર 625 ફૂટની ઊંચાઈએ પહોંચીને બોઈંગ ધરાશાયી થવાની સ્થિતિ પાછળ નબળું મેન્ટેનન્સ કારણભૂત હતું કે ટેકનિકલ ખામી હતી તે મુદ્દો જ તપાસ હેઠળ છે. ગુજરાતના ઈતિહાસમાં કલંકરૂપ વિમાન કરૂણાંતિકાના કારણો સ્પષ્ટ થતાં મહિનાઓ વિતી શકે છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન