'જ્યાં સુધી ટેક્સ નહીં હટાવે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં...', કેનેડા અંગે ટ્રમ્પનું મોટું એલાન

Donald Trump on Canada : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે જ્યાં સુધી કેનેડા કેટલાક ટેક્સ નાબૂદ નહીં કરે ત્યાં સુધી અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો આગળ નહીં વધે. તેમણે કેનેડાને "ખરાબ વર્તન ધરાવતો" દેશ ગણાવ્યો.
શું બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ?
તેમણે કહ્યું કે અમે કેટલાક ટેક્સ, ખાસ કરીને ડિજિટલ સર્વિસ ટેક્સ (DST) દૂર કરવાની માંગ કરી રહ્યા છે, જે સોમવારથી લાગુ થવા જઈ રહ્યો છે અને એમેઝોન, ગૂગલ અને મેટા જેવી અમેરિકન ટેક કંપનીઓને તેનાથી અસર થશે. આ ઇન્ટરવ્યુમાં, ટ્રમ્પે એ પણ ખુલાસો કર્યો કે તેમને TikTok માટે ખરીદાર મળી ગયો છે, જે કેટલાક "ખૂબ જ ધનિક લોકો"નું જૂથ છે.
Comments
Post a Comment