અમેરિકામાં નેતા, પત્રકારો, સરકારી અધિકારીઓના સ્માર્ટફોન્સ હેક થયા

ચીનના હેકર્સનો અમેરિકામાં મોટા સાયબર હુમલાનો દાવો
ચીનના હેકર્સે અજાણ્યા અમેરિકનોના ફોન કોલ સાંભળવા, સંદેશા વાંચવા હેકિંગ અભિયાન ચલાવ્યાનો સુરક્ષા નિષ્ણાતોનો દાવો
ચીનના હેકર્સે 2024માં ટ્રમ્પ-વેન્સના ફોન હેક કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો : નિષ્ણાતો, ચીને સાયબર જાસૂસીના આરોપ નકાર્યા
USA news : મેરિકામાં સાયબર સુરક્ષા તપાસકારોએ ખૂબ જ નાના સ્તર પર અસામાન્ય સોફ્ટવેર ક્રેશ એટલે કે સાયબર હુમલાની નોંધ કરી છે. નાના સ્તર પર નેતાઓ,પત્રકારો, ટેક્નોલોજી અને સરકારી અધિકારીઓના સ્માર્ટફોન્સ હેક થયા હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું છે. ગયા વર્ષના અંતથી શરૂ થયેલું હેકિંગ વર્ષ 2025માં પણ ચાલુ રહ્યું છે, જ્યાં અત્યાધુનિક સાયબર હુમલામાં યુઝર તરફથી એક પણ ક્લિક થયા વિના જ હેકર્સ તેમના ટાર્ગેટ વ્યક્તિના ફોનમાં ઘૂસણખોરી કરે છે અને ફોનમાં સાયબર હુમલાના કોઈ સંકેત પણ છોડતા નથી.
Comments
Post a Comment