ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ ડીલ થવાની તૈયારી! ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે થઈ વાતચીત

US-China Tariff War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આજે ગુરુવારે (5 જૂન) ફોન પર વાતચીત થઈ હતી. બંને દેશ વચ્ચે ટેરિફ મુદ્દા ચાલી રહેલી વાટાઘાટ દરમિયાન આ વાતચીત થઈ હતી. બંને દેશ વચ્ચેના ટેરિફ વ્યવહારની વાતચીતની અસર વૈશ્વિક વેપાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ચીનના વિદેશ મંત્રાલયે આ ફોનિક વાતચીતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, આ ફોન કોલ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, વ્હાઇટ હાઉસ તરફથી આ અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
Comments
Post a Comment