VIDEO : ભીષણ યુદ્ધ: એકસાથે 50 ફાઇટર જેટ સાથે ઇઝરાયલનો ઈરાન પર હુમલો, સૈન્ય ઠેકાણા પર ભારે નુકસાન

Iran-Israel War News : ઇઝરાયલે 50થી વધુ ફાઇટર જેટ મોકલીને ઈરાન પર ભયાનક હુમલા કર્યા છે. તેણે દાવો કર્યો છે કે, ગુપ્ત માહિતી મળ્યા બાદ ઇઝરાયલી સેના(IDF)એ તેહરાનમાં મુખ્ય કમાન્ડ સેન્ટરો અને સંપત્તિઓ પર મિસાઇલ હુમલા કર્યા છે. આઇડીએફએ કહ્યું કે, ‘તાજેતરમાં મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે, તેમાં ઈરાની સેનાના હથિયારોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અમે ઈરાન સેનાના હેડક્વાર્ટર, મિસાઇલ-રડાર પ્રોડક્શન સાઇટ અને મિસાઇલ સંગ્રહ સ્થળોને ટાર્ગેટ કરીને હુમલા કર્યા છે.
ઇઝરાયલના હુમલામાં ઈરાનના અનેક મહત્ત્વના ઠેકાણા નાશ
Comments
Post a Comment