માત્ર સંપત્તિનું રજિસ્ટ્રેશન કરાવી લેવાથી માલિક ના બની શકો, આ દસ્તાવેજો પણ જરૂરી : સુપ્રીમ

સંપત્તિનું રજિસ્ટ્રેશન અને માલિકી વચ્ચે અંતર : સુપ્રીમની સ્પષ્ટતા
માલિક બનવા રજિસ્ટ્રેશન ઉપરાંત પજેશન લેટર, ટેક્સની રસીદ, એનઓસી, ટાઇટલ ડીડ સહિતના દસ્તાવેજો પણ જરૂરી
સંપૂર્ણ ઓનરશિપ મળી ગયા બાદ જ સંપત્તિનો કબજો, ટ્રાન્સફર કે તેના સંચાલનનો અધિકાર મળે છે તેવી સ્પષ્ટતા
Supreme court news: સંપત્તિની નોંધણી અને માલિકી અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. અત્યાર સુધી એવી ધારણા હતી કે જો સંપત્તિની નોંધણી થઇ જાય તો તેનાથી પુરો માલિકી હક મળી જાય છે. જોકે સુપ્રીમ કોર્ટે એક મામલામાં સ્પષ્ટતા કરી છે કે સંપત્તિની નોંધણી કરાવી લેવા માત્રથી આપમેળે તેના માલિક નથી બની જવાતું.
Comments
Post a Comment