અમેરિકાનાં ન્યૂજર્સીમાં દાવાનળ ભભૂક્યો, ધૂમાડો એટલો વ્યાપક કે ફીલાડેલ્ફીયાના લોકો ગૂંગળાયા

USA Fire News : ન્યૂજર્સી રાજ્યની બર્લિંગ્ટન કાઉન્ટીમાં દાવાનળ ફાટી નીકળતાં હવા ધૂમાડાથી ભરાઈ ગઈ હતી. 3250 એકરમાં ફેલાયેલી આગના ધૂમાડાને લીધે હવામાં 30 ટકા જેટલા કાર્બનકણ પ્રસરતાં ફીલાડેલ્ફીયા શહેરમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવો પડયો હતો. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.
જંગલની આ આગને લીધે આસપાસની ભૂમિ પણ 'શેકાઈ' ગઈ હતી. બીજી તરફ આગ કાબુમાં આવવાને બદલે વધુને વધુ વ્યાપક બની રહી છે.
Comments
Post a Comment