મસ્કનું મગજ ખરાબ, હું વાત કરવાના મૂડમાં નથી: ફરી ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ

Donald Trump And Elon Musk : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વના સૌથી અમિર વ્યક્તિ એલન મસ્કના ગાઢ સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. એક સમય બંને એકબીજાના ભરપૂર વખાણ કરતા હતા, જોકે હવે બંને એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ટ્રમ્પે તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મસ્કનું મગજ ખરાબ થઈ ગયું છે, મને તેમની સાથે વાતચીત કરવાનું મન થતું નથી. ટ્રમ્પે શુક્રવારે સવારે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મસ્ક મારી સાથે વાત કરવા માંગે છે, પરંતુ હું વાતચીત કરવા માટે તૈયાર નથી.
ટ્રમ્પને મસ્કનો પ્રશ્ન પૂછાતા ભડક્યા
Comments
Post a Comment