Posts

Showing posts from September, 2025

ફિલિપાઈન્સમાં જોરદાર ભૂકંપથી ભારે તબાહી, અનેક ઈમારતો ધરાશાયી થતાં 60ના મોત

Image
Earthquack news : ફિલિપાઇન્સમાં 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દેશના ઘણા ભાગોમાં વિનાશ સર્જાયો હતો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કુદરતી આફતમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ હતી જેમાં ઓછામાં ઓછા 60લોકો માર્યા ગયા હતા.  ભૂકંપના કેન્દ્ર વિશે માહિતી અસ્પષ્ટ  ભૂકંપના કેન્દ્ર અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ પ્રારંભિક અહેવાલો નોંધપાત્ર નુકસાન અને જાનહાનિની ​​પુષ્ટિ થઈ છે.

39ના મોત, પૂર-ભૂસ્ખલનનું જોખમ, નદીઓ ગાંડીતૂર... વાવાઝોડાએ વિયેતનામ-ફિલિપાઈન્સમાં મચાવી તબાહી

Image
Vietnam Typhoon Bualoi : વિયેતનામમાં ‘બુઆલોઈ’ વાવાઝોડું ભારે તબાહી મચાવી રહ્યું છે. આ ચક્રવાતના કારણે ભારે વરસાદ પડતા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ વધી ગઈ છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 19 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો લાપતા છે. રાષ્ટ્રીય હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશના કેટલાક ભાગોમાં 30 સેન્ટિમીટર સુધીનો વરસાદ નોંધાયો છે, અને હજુ વધુ વરસાદ ચાલુ રહેવાની ચેતવણી અપાઈ છે. નદીઓ ગાંડીતૂર બની

અમેરિકાની બહાર બનતી ફિલ્મો પર 100 ટકા ટેરિફ! ટ્રમ્પનું નવું ફરમાન, શું ભારતને થશે અસર?

Image
US Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી એકવાર ટેરિફ બોમ્બ ઝિંકીને હોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં ફફડાટ ફેલાવી દીધો છે. ટ્રમ્પે એવી ફિલ્મો પર 100 ટકા સુધીનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેનું શૂટિંગ અમેરિકાની બહાર, એટલે કે વિદેશમાં કરવામાં આવ્યું હશે. વાસ્તવમાં હોલીવુડનું પ્રોડક્શન હવે કેનેડા, યુરોપ અને એશિયાના અન્ય દેશોમાં શિફ્ટ થઈ રહ્યું છે, જેના કારણે ટ્રમ્પનો આ નિર્ણય ફિલ્મ નિર્માતાઓ માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે છે. અન્ય દેશો અમારા મૂવી મેકિંગ બિઝનેસને ચોરી ગયા : ટ્રમ્પનો રોષ ટ્રમ્પે (US President Donald Trump) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રોષ ઠાલવતા લખ્યું છે કે, ‘અન્ય દેશો અમારા મૂવી મેકિંગ બિઝનેસને ચોરી ગયા છે, તેઓ એક બાળકના મોંહમાંથી કેન્ડી છીનવાઈ જાય તે રીતે ચોરી ગયા છે.

'આવું ક્યારેય નથી જોયું..' એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે સૂર્યકુમાર-સલમાન આગાની શાબ્દિક ટપાટપી

Image
Asia Cup 2025 Trophy Controversy :  ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાને હરાવતા ઈતિહાસ રચી દીધો. જોકે આ ખુશી વધારે ન ટકી કેમ કે ટ્રોફીને લઇને મોટો વિવાદ થઇ ગયો. ટીમ ઈન્ડિયાને ટ્રોફી મળી જ નહીં કેમ કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ પાકિસ્તાની મોહમ્મદ નકવી છે અને ટીમ ઈન્ડિયા તેમના હસ્તે ટ્રોફી સ્વીકારવા નહોતી માગતી. જેને લઈને લગભગ બે કલાક સુધી ડ્રામા ચાલ્યો અને પછી નકવી ટ્રોફી અને વિજેતા ટીમના મેડલ્સ લઇને હોટેલ નીકળી ગયાની માહિતી મળી. 

ટીમ ઈન્ડિયાની એશિયા કપની ટ્રોફી ક્યાં ગઇ? વિવાદ વચ્ચે BCCIનું રિએક્શન, નકવી ઘેરાયા

Image
Asia Cup Final 2025 : એશિયા કપ 2025 ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીતનાર ટીમ ઇન્ડિયાને ભલે ટ્રોફી ન મળી પરંતુ હવે આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ખરેખર, ACC પ્રમુખ અને PCB ચેરમેન મોહસીન નકવી પર એશિયા કપની વિજેતા ટ્રોફી અને મેડલ તેમના હોટલના રૂમમાં લઈ જવાનો આરોપ લાગ્યો છે. BCCI તેની સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે ટ્રોફી ભારત મોકલવામાં આવે કે કારણ કે વિજેતા ટીમ તેની હકદાર છે. તિલકની શાનદાર બેટિંગના જોરે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન 

બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસતાં 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત

Image
Accident on Paliyad-Sakardi Road: બોટાદ જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામના માર્ગ પર આજે (29 સપ્ટેમ્બર) વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકોને ગંભીર અને સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી લક્ઝરી બસમાં આશરે 50થી 60 જેટલા લોકો સવાર હતા. આ બસમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્નકલાકાર મહિલાઓ બે દિવસના ધાર્મિક પ્રવાસ સ્થળની મુલાકાત લઈને પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામના વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈ સહિત ત્રણના મોત નીપજ્યા હતા.

ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયા ટ્રોફી લેવા ન આવી, 2 કલાક સુધી ચાલ્યો હાઈ વોલ્ટેજ ડ્રામા!

Image
Ind vs Pak Asia Cup 2025 : એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. ભારતીય ખેલાડીઓએ મેચ બાદ સ્પષ્ટ કહ્યું કે અમે પાકિસ્તાની મોહસીન નકવીના હાથે ટ્રોફી નહીં લઈએ. જેના કારણે મેચ પતી ગયાના લગભગ બે કલાક બાદ જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. 

17 વિદ્યાર્થિનીના યૌન શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદની ધરપકડ, યુપીથી દિલ્હી પોલીસે ઝડપ્યો

Image
Swami Chaitnyanand news : દિલ્હી પોલીસે 17 વિદ્યાર્થિનીઓના જાતીય શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદની ધરપકડ કરી લીધી છે. પોલીસ ટીમે ઉત્તર પ્રદેશના આગ્રાથી ચૈતન્યાનંદની ધરપકડ કરી હતી. વિદ્યાર્થિનીઓના આરોપો બાદથી ચૈતન્યાનંદ ફરાર હતો. છોકરીઓના જાતીય શોષણ ઉપરાંત ચૈતન્યાનંદ પર અનેક આરોપો છે.

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો

Image
Tamil Nadu Karur Stampede : તમિલનાડુના કરુરમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયની રેલીમાં અફરાતફરી અને નાસભાગ સર્જાતાં 29 લોકોના મોત થયા છે જ્યારે 45થી વધુ સારવાર હેઠળ છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામલે છે. વિજય રેલીમાં ભાષણ આપી રહ્યા હતા તે સમયે જ દુર્ઘટના સર્જાઈ. પરિસ્થિતિ જોતાં વિજયે અધવચ્ચે જ ભાષણ અટકાવી દેવું પડ્યું હતું. મોતનો આંકડો હજુ પણ વધે તેવી આશંકા છે. 

એશિયા કપ: ભારતીય ટીમનો વિજય રથ યથાવત્, સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવ્યું

Image
Image Source: IANS IND vs SL:  એશિયા કપ 2025માં  શુક્રવારે (26 સપ્ટેમ્બર) રમાયેલી સુપર-4ની અંતિમ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું છે. દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ ડ્રો થઈ હતી.

'રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરો', હવે પાકિસ્તાનના મિત્ર રાષ્ટ્ર પર ભડક્યા ટ્રમ્પ

Image
Donald Trump meets Erdogan : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ગુરુવારે (25 સપ્ટેમ્બર) તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ રેસેપ તૈયપ એેર્દોગન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરવાની ટ્રમ્પે વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, 'રશિયા પર યુક્રેન યુદ્ધ ખત્મ કરવા માટે દબાણ કરવું ખૂબજ આવશ્યક છે. હું ઈચ્છું છું કે, જ્યાં સુધી રશિયા યુક્રેન સાથે જંગ જારી રાખી રહ્યું છે, ત્યાં સુધી એર્દોગન રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરે.' તમને જણાવી દઈએ કે,  વર્ષ 2019 પછી એેર્દોગનની આ પહેલી અમેરિકાની યાત્રા છે.

એશિયા કપ: પાકિસ્તાનની ફરિયાદ બાદ મેચ રેફરી સમક્ષ સૂર્યકુમાર યાદવની સુનાવણી પૂર્ણ, આવતીકાલે ચુકાદો

Image
Asia Cup 2025 : એશિયા કપ-2025માં ભારત અને પાકિસ્તાનની મેચોમાં ઘણા વિવાદો જોવા મળ્યા હતા. જેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) બંનેએ એકબીજાના ખેલાડીઓ વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ફરિયાદ નોંધાવી છે. ભારતે સાહિબજાદા ફરહાન અને હારિસ રઉફ વિરુદ્ધ, જ્યારે પાકિસ્તાને સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સૂર્યકુમાર યાદવ વિરુદ્ધની સુનાવણી પૂર્ણ, 26મીએ લેવાશે નિર્ણય આ ફરિયાદો સામે આવ્યા બાદ આઈસીસીએ કાર્યવાહી શરૂ કરી દીધી છે, જેમાં આજે (25 સપ્ટેમ્બર) સૂર્યકુમાર યાદવની આઈસીસીની એલિટ પેનલના મેચ રેફરી રિચી રિચર્ડસન સામે સુનાવણી પુરી થઈ ગઈ છે.

ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારો-આગચંપી, પોલીસે ટીયરગેસનો મારો ચલાવ્યો

Image
Gandhinagar News : ગાંધીનગરમાં મોડી રાતે બહિયલ ગામમાં હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં ગરબા આયોજન પર પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટનાને અંજામ અપાયાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે કોઈ સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવાથી મામલો બીચક્યો હતો. મોડી રાતે સ્થિતિ બેકાબૂ થતાં 6 જેટલા પોલીસ વાહનોમાં તોડફોડ મચાવાઈ હતી. આ દરમિયાન ટોળાને કાબૂમાં લેવા ટીયરગેસનો મારો ચલાવાયો હતો. 

કેન્દ્ર સરકારે CDS અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો, 2026 સુધી પદ સંભાળશે

Image
Image Source: IANS CDS Gen Anil Chauhan's Tenure Extended: કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો છે. સંરક્ષણ મંત્રાલયે બુધવારે CDS જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવવાની મંજૂરી આપી હતી.

ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ : કોલકાતા-મરાઠાવાડામાં આભ ફાટ્યું, મૃત્યુઆંક 18 થયો, હજુ અનેક ગુમ

Image
Weather Updates : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રાતોરાત ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે આખુ શહેર અને આસપાસના વિસ્તારો થંભી ગયા હતા. દરમિયાન વરસાદની વિવિધ ઘટનાઓમાં 10 લોકો માર્યા ગયા હતા. જેમાં નવ લોકો વીજ કરંટને કારણે માર્યા ગયા હતા. બીજી તરફ મહારાષ્ટ્રના મરાઠાવાડામાં પણ ભારે વરસાદ પડયો છે, સમગ્ર વિસ્તારમાં વરસાદની વિવિધ ઘટનાઓમાં આઠ લોકો માર્યા ગયા હતા. ચોમાસુ વિદાય લઇ રહ્યું છે એવા સમયે જ કોલકાતાને વરસાદે ધમરોળ્યું હતું.

પાકિસ્તાનમાં મોટો બોમ્બ બ્લાસ્ટ: વિસ્ફોટ થતાં જાફર એક્સપ્રેસ પલટી, અનેક લોકોના મોતની આશંકા

Image
Pakistan Blast News : પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના મસ્તુંગ જિલ્લામાં મંગળવારે (23 સપ્ટેમ્બર) જાફર એક્સપ્રેસમાં એક મોટો બોમ્બ બ્લાસ્ટ થયો. આ ભયાનક વિસ્ફોટથી ટ્રેન પાટા પરથી ઉતરીને પલટી ગઈ હતી. આ અકસ્માતને કારણે ગભરાટમાં મુસાફરોમાં નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. નોંધનીય છે કે, થોડા કલાકો પહેલા જ પાકિસ્તાની સૈન્યના જવાનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

યુનાઈટેડ વેના ગરબા આયોજકોની રિફંડ આપવા માટેની તૈયારી

Navratri 2025: નવરાત્રિના પહેલા નોરતે વડોદરાના યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડના પગલે ખેલૈયાઓએ ભારે હોબાળો મચાવી ગરબા ગાવાનું બંધ કરી દીધું હતું. જેના પગલે આયોજકોએ પહેલા દિવસના રિફંડની જાહેરાત કરી હતી. ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં કાદવ કીચડ હોવાની બૂમો પાડી વડોદરાના સૌથી મોટા ગરબામાં પહેલા દિવસે (22મી સપ્ટેમ્બર) ખેલૈયાઆએે મન મૂકીને ગરબા રમવાનું શરૂ કર્યુ હતું. પહેલા સેશનમાં અંદાજે 25 હજાર યુવક -યુવતીઓ ગરબે ઘૂમ્યા હતા અને ગરબાની જમાવટ કરી હતી, પરંતુ બીજા સેશનમાં કેટલાક ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં કાદવ કીચડ હોવાની બૂમો પાડી હોબાળો મચાવ્યો હતો. 

BIG NEWS: આજે ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી જાહેરાત કરશે, અગાઉ જ આપ્યા હતા સંકેત

Image
Donald Trump Big Announcement: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કોઈ મોટી જાહેરાત કરવાના છે, જે અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો નિર્ણય હશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ નિર્ણય તબીબી ક્ષેત્ર સાથે સંબંધિત છે. રવિવારે આ મુદ્દા પર સંકેત આપતા તેમણે કહ્યું કે, 'સોમવારે તેઓ અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટી તબીબી જાહેરાત કરવા જઈ રહ્યા છે. મને લાગે છે કે આપણે ઓટીઝમનો ઉકેલ શોધી કાઢ્યો છે.' ટ્રમ્પ વહીવટીતંત્રના બે અધિકારીઓને ટાંકીને મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ જાહેરાત કરવાની યોજના ધરાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન ટાયલેનોલનો ઉપયોગ ઓટીઝમનું જોખમ વધારી શકે છે અને સગર્ભા સ્ત્રીઓને ઉચ્ચ તાવ માટે ફક્ત ટાયલેનોલ અથવા સામાન્ય એસીટામિનોફેનનો ઉપયોગ કરવાની સલાહ આપશે.

આજથી GSTના નવા રેટ લાગુ, સોયથી લઈને AC સુધી આ વસ્તુઓ થશે સસ્તી; જુઓ લિસ્ટ

Image
GST 2.0: ભારતની ઈનડાયરેક્ટ ટેક્સેશન સિસ્ટમમાં એક મોટો અને ઐતિહાસિક ફેરફાર 22 સપ્ટેમ્બરથી એટલે કે આજથી અમલમાં આવશે. આ ફેરફાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સુધારાના રૂપે લાભ આપશે. GST કાઉન્સિલે (કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં) સપ્ટેમ્બરની શરૂઆતમાં આ સુધારાને મંજૂરી આપી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કર માળખાને સરળ બનાવવા, વપરાશને પ્રોત્સાહન આપવા અને દરોને તર્કસંગત બનાવવાનો છે. જેમાં સામાન્ય માણસને નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે.

તિરૂપતિ મંદિરમાં રૂ.100 કરોડની ચોરી', નાયડુના મંત્રીનો જગન સરકાર પર ગંભીર આક્ષેપ

Image
Tirupati Mandir Theft Case: દેશનાં સૌથી અમીર તિરુપતિ બાલાજી મંદિરમાં અત્યાર સુધીની સૌથી મોટી દાનપેટી લૂટનો આરોપનો કેસ સામે આવ્યો છે. બીજેપી નેતા અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાન (TTD) બોર્ડના મેમ્બર ભાનુ પ્રકાશ રેડ્ડીએ CCTV ફુટેઝ જારી કરી સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, વાઈએસ જગન મોહન રેડ્ડીના નેતૃત્વવાળી YSRCP સરકારમાં તિરુપતિ મંદિરની દાનપેટીમાંથી 100 કરોડથી વધુ રકમની ચોરી થઈ છે.  આ પણ વાંચો: ‘8 વર્ષ સુધી ગબ્બર સિંહ ટેક્સ લગાવીને 55 લાખ કરોડ વસૂલ્યા’, કેન્દ્ર સરકાર પર ખડગેના આકરા પ્રહાર CCTV ફૂટેજ પણ બહાર આવ્યા 

Ind vs Pak: 'નો હેન્ડશેક કોન્ટ્રોવર્સી' વચ્ચે એશિયા કપમાં આજે ફરી ભારત-પાકિસ્તાન આમને-સામને

Image
Ind vs Pak Asia Cup 2025 News : ‘નો-હેન્ડશૅક’ તેમજ મેચ રેફરી અંગે સર્જાયેલા વિવાદ અને તનાવ વચ્ચે આજે એશિયા કપ ટી-૨૦માં ફરી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ખેલાશે. ટીમ ઈન્ડિયાએ ગ્રૂપ સ્ટેજની એકતરફી મેચમાં પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતુ અને ત્રણેય મેચ જીતી ટોચનું સ્થાન હાંસલ કર્યું હતુ.  શું આજે પણ વિવાદ યથાવત્ રહેશે?  હવે સુપર ફોર રાઉન્ડમાં પણ ટીમ ઈન્ડિયા જીતનો સિલસિલો આગળ ધપાવવા માટે સજ્જ જોવા મળી રહી છે. જ્યારે વિવાદ અને નિષ્ફળતાથી હતાશ પાકિસ્તાન ભારત સામે સુપર ફોરની મેચમાં પણ કેટલું ટકી શકશે તે જોવાનું રહેશે.

આજે 4 કલાક 23 મિનિટ માટે થશે સૂર્યગ્રહણ, જાણો કઈ રાશિના જાતકો માટે ચિંતાની વાત

Image
Surya Grahan 2025:  જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૂર્યગ્રહણને ખૂબ જ અશુભ ઘટના માનવામાં આવે છે. આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર એટલે કે આજે છે. જોકે, તે ભારતમાં દેખાશે નહીં. હાં, આજે 4 કલાક 23 મિનિટ સુધી સૂર્યગ્રહણ થશે. જ્યોતિષીય દૃષ્ટિકોણથી આ ગ્રહણને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે, આ દિવસે સર્વ પિતૃ અમાસનો સંયોગ બની રહ્યો છે. અને તેના બીજા જ દિવસે એટલે કે, 22 સપ્ટેમ્બરના રોજ શારદીય નવરાત્રિનો સંયોગ પણ બની રહ્યો છે.

'ભારતીયોને ચિંતા કરવાની જરૂર નહીં', H-1B વિઝા ફી વધારા પર અમેરિકાએ આપ્યા ગુડ ન્યૂઝ

Image
H-1B visa fees:  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વિઝાની વાર્ષિક ફી 1 લાખ ડોલર  (લગભગ ₹83 લાખ) કરવાની જાહેરાતથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને કંપનીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલીક મોટી ટેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને તાત્કાલિક અમેરિકા પરત ફરવાની સલાહ આપી હતી.  નવો નિયમ 21 સપ્ટેમ્બર, 2025ની મધ્યરાત્રિથી અમલમાં આવશે. પરંતુ હવે એક અમેરિકન અધિકારીએ સ્પષ્ટ કહ્યું છે કે, ભારતીયોએ ડરવાની જરૂર નથી. 'આ નવો નિયમ માત્ર નવી વિઝા અરજી પર લાગુ થશે'

ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વિઝા નિયમ બદલ્યાં, નવા અરજદારો પાસેથી 88 લાખ રૂપિયા ફી વસૂલાશે

Image
Donald Trump and H1-B Visa News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેટલાક H-1B વિઝા ધારકો હવે નોન-ઇમિગ્રન્ટ વર્કર તરીકે સીધા અમેરિકામાં નહીં પ્રવેશી શકે. દરેક નવી અરજી સાથે 100,000 ડૉલર એટલે કે 88 લાખ રૂપિયાથી વધુની ફી ચૂકવવાની રહેશે.  કોને તકલીફ પડશે અને કોને નહીં?  આ નવી 100,000 ડૉલરની ફી કંપનીઓ માટે ખર્ચમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.

ભાજપ ધારાસભ્યના વિવાદાસ્પદ નિવેદનથી શરદ પવાર ભડક્યા, ફડણવીસને કર્યો ફોન, જાણો મામલો

Image
Maharashtra Political News : ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકર દ્વારા NCP-SPના નેતા જયંત પાટીલ વિરુદ્ધ કરાયેલા વિવાદાસ્પદ નિવેદને મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. પડલકરે જયંત પાટીલને 'ભિખારીના દીકરા' કહ્યા હતા, જેના પર વરિષ્ઠ નેતા શરદ પવારે પણ સખત વાંધો ઉઠાવ્યો છે. શરદ પવારે ફડણવીસને ફોન કર્યો શુક્રવારે સવારે શરદ પવારે (Sharad Pawar) સીધા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (CM Devendra Fadnavis)ને ફોન કર્યો હતો અને આ મામલે દખલગીરી કરવા અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પવારે કહ્યું કે, આ પ્રકારનું નિવેદન મહારાષ્ટ્રની રાજકીય સંસ્કૃતિ વિરુદ્ધ છે અને અત્યાર સુધી કોઈએ રાજકારણમાં આટલું નીચું સ્તર બતાવ્યું નથી.

અમેરિકામાં ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા કરાઈ, 23 વર્ષથી ત્યાં સ્ટોર ચલાવતા હતા

Image
  USA South Carolina Borsad Women News : અમેરિકાના સાઉથ કેરોલિનાથી ગુજરાતીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં છેલ્લા 23 વર્ષથી સ્થાયી થયેલા બોરસદના કિરણબેન પટેલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. કિરણબેન સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતા હતા.   કેવી રીતે બની ઘટના?  માહિતી અનુસાર તેમના સ્ટોરમાં બુકાનીધારી યુવક ઘૂસી આવ્યો હતો અને તેણે લૂંટના ઇરાદે આડેધડ ગોળીબાર કર્યો હતો.

રશિયાના કામચટકામાં ફરી 7.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર કરાયું

Image
Russia Earthquack News : રશિયાના કામચટકા ટાપુ પર ફરી એકવાર જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અમેરિકન વિજ્ઞાનીઓના સરવે અનુસાર આ ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી જે ઘાતક શ્રેણીમાં આવે છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 10 કિ.મી. ઊંડે હતું.

ફેન્ટાનિલ ડ્રગ્સની દાણચોરી કરતાં ભારતીય કોર્પોરેટ લીડર્સ સામે અમેરિકાની કાર્યવાહી, વિઝા બૅન કર્યા

Image
- અમેરિકાએ મૂક્યાના બીજા દિવસે પગલાં લીધા - ફેન્ટાનિલ હેરોઇન કરતાં પણ 50 ગણું વધુ સ્ટ્રોંગ ડ્રગ, ગયા વર્ષે અમેરિકામાં 48000થી વધુના મોત થયા USA and India News : અમેરિકાએ જણાવ્યું હતું કે તેણે નશાકારક પદાર્થ ફેન્ટાનિલનું ટ્રાફિકિંગમાં કથિત સંડોવણીના આધારે કેટલાક ભારતીય બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ અને કોર્પોરેટ્સ લીડરોના વિઝા રદ કરી દીધા છે. અમેરિકન દૂતાવાસે આ નિર્ણય જાહેર કરતાં ભારતના આ શંકાસ્પદ બિઝનેસ લીડરોના નામ આપ્યા ન હતા, જેમના વિઝાને આ આરોપના પગલે રદ કરી દેવામાં આવ્યા છે.  આ અંગે નવી દિલ્હી તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

પાકિસ્તાની ટીમે એક જ દિવસમાં તોડ્યા અનેક નિયમો, હવે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં ICC

Image
Asia Cup 2025 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર એશિયા કપ દરમિયાન નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) તેમની સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. પીટીઆઈ સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ, પાકિસ્તાને પ્રતિબંધિત વિસ્તારોમાં વીડિયો રેકોર્ડિંગ અને સંવેદનશીલ વાતોને જાહેર કરીને આચાર સંહિતાનો ભંગ કર્યો છે. આ અંગે આઈસીસીના સીઈઓ સંજોગ ગુપ્તાએ પીસીબીને ઈમેલ મોકલીને આ ઉલ્લંઘનોની વિગતવાર જાણકારી આપી છે. રેફરી વિવાદ મામલે પાકિસ્તાનનો દાવો ખોટો પડ્યો આ ઘટના પાકિસ્તાન અને UAE વચ્ચે રમાયેલી મેચ પહેલા બની હતી.

GST માં ઘટાડાથી અર્થતંત્રમાં 2,00,000 કરોડ રૂપિયા ઠલવાશે, કેન્દ્રીય નાણામંત્રીનો મોટો દાવો

Image
- લોકો પાસે વધુ રોકડ ઉપલબ્ધ બનશે : નાણા પ્રધાન - 22 સપ્ટેમ્બરથી જીએસટીના નવા ઘટાડેલા દરો અમલમાં આવશે : જો કે કેટલીક કંપનીઓએ અત્યારથી જ ભાવ ઘટાડયા - 22 રાજ્યોને  50 વર્ષની વ્યાજ મુકત લોન હેઠળ અત્યાર સુધીમાં રૂ.3.6 લાખ કરોડ અપાયા  GST NEWS : જીએસટીમાં કરાયેલા ઘટાડાથી અર્થતંત્રમાં બે લાખ કરોડ રૂપિયા ઠલવાશે અને તેના કારણે લોકો પાસે વધુ રોકડ ઉપલબ્ધ બનશે.

ભારત માટે ખુલશે યુરોપના દ્વાર, EUની મોટી જાહેરાત, 2025ના અંત સુધીમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ

Image
EU India Trade Deal: યુરોપિયન યુનિયન (EU)એ ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે એક નવો વ્યૂહાત્મક એજન્ડા પ્રસ્તાવિત કર્યો. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને આ અંગે જણાવ્યું હતું કે, યુરોપ પહેલેથી જ ભારતનો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર દેશ છે અને અમે આ વર્ષના અંત સુધીમાં અમારા મુક્ત વેપાર કરાર (FTA) ને અંતિમ સ્વરૂપ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. યુરોપ વ્યવસાય માટે ખુલ્લું છે. અમે ભારત સાથે અમારા સહિયારા ભવિષ્યમાં રોકાણ કરવા તૈયાર છીએ. આ પણ વાંચો: NATO જેવી 'સેના' બનાવશે 80 મુસ્લિમ દેશો? જાણો કેટલી છે શક્તિ અને પડકારો

અમદાવાદમાં ડેન્ગ્યૂનો રાફડો ફાટ્યો, 13 દિવસમાં 200થી વધુ કેસથી ફફડાટ, 26 હોટસ્પોટ જાહેર

Image
Ahmedabad Helth Department News : સામાન્ય રીતે સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિના સુધીમાં ડેન્ગ્યૂના કેસ વધુ સંખ્યામાં નોંધાતા હોય છે. સપ્ટેમ્બર મહિનાના તેર દિવસમાં જ અમદાવાદમાં ડેન્ગ્યૂના 200 કેસ નોંધાયા છે. ગોમતીપુર, બહેરામપુરા ઉપરાંત પાલડી, નવરંગપુરા અને રાણીપ સહિતના વિસ્તારમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ડિસેમ્બર અંત સુધીમાં ડેન્ગ્યૂના કેસમાં હજુ વધારો થવાની સંભાવના વ્યકત કરાઈ છે. 26 હોટસ્પોટ જાહેર 

કુતુબ મિનાર જેવડો લઘુગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થશે, 1.85 વર્ષમાં એક ચક્કર મારે છે

Image
London News : નાસાના વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે એક કુતુબ મિનાર જેવડા કદનો લઘુગ્રહ પૃથ્વી તરફ કલાકના 24000 માઇલની ઝડપે ધસી રહ્યો છે. આ લઘુગ્રહ આપણી પૃથ્વીની સપાટીથી 842000 કિલોમીટરના અંતરેથી પસાર થઇ જાય તેવી ધારણાં છે. એસએ 22 નામનો આ લઘુગ્રહ 18 સપ્ટેમ્બરે  પૃથ્વીની નજીકથી પસાર થશે. નાસા અને જેટ પ્રોપલ્શન લેબોરેટરીના જણાવ્યા અનુસાર આ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી કોઇ હાનિ કર્યા વિના પૂરઝડપે પસાર થઇ જશે. આ લઘુગ્રહ પૃથ્વીથી સલામત અંતરેથી પસાર થવાનો હોવા છતાં વિજ્ઞાનીઓ તેના પર બારીક નજર રાખી રહ્યા છે.

ખેલૈયાઓ માટે મોટા સમાચાર: નવરાત્રિમાં 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી, અમદાવાદ પોલીસ કમિશનરે આપી માહિતી

Image
Ahmedabad Police Commissioner On Navratri 2025 : શક્તિની આરાધનાનો પાવન પર્વ નવરાત્રિ આગામી 22 સપ્ટેમ્બર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવશે. જેમાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ, સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે નવરાત્રિમાં 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરીને લઈને માહિતી આપી છે.  નવરાત્રિમાં 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી રાજ્યભરમાં નવરાત્રિને લઈને ખેલૈયાઓ ગરબાની મોજ માણવા માટે તૈયાર છે.

BIG NEWS | ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઇન લંબાવાઈ, આજે છેલ્લો મોકો

Image
ITR Last Date Extended: આવકવેરા વિભાગે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધુ એક દિવસ લંબાવી છે. તેથી, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે 16 સપ્ટેમ્બર 2025 છે. અગાઉ આ તારીખ 15 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. જોકે, ITR ફાઇલ કરવાની સૌથી પહેલી અંતિમ તારીખ 31 જુલાઈ 2025 હતી, જે પહેલાથી જ લંબાવવામાં આવી હતી. રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવી

VIDEO : મધ્યપ્રદેશમાં ટ્રકે 15 વાહનોને ફંગોળ્યા, બેના મોત, અનેકને ઈજા, લોકોએ ટ્રકને સળગાવી

Image
Indore Truck Accident : મધ્ય પ્રદેશના ઈન્દોરમાં સોમવારે સાંજે એરપોર્ટ રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં એક ફુલસ્પીડે દોડી રહેતા ટ્રકે 15થી 20 વાહનોને ફંગોળ્યા છે. વ્યસ્ત રોડ પર બેકાબુ થયેલા ટ્રકે કાર, રિક્ષા, બાઈક સહિત 20 જેટલા વાહનોને ભારે નુકસાન કર્યું છે. આ દર્દનાક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો અને ચારેબાજુ ચીસો સંભળાવા લાગી હતી.

'ભારત સાથે સંબંધો ખરાબ કરવાના પ્રયાસ નિષ્ફળ રહેશે', ટ્રમ્પની ટેરિફ ધમકીઓ પર રશિયાનું મોટું નિવેદન

Image
Russia's Big Statement On Donald Trump's Tariff : રશિયન ઓઈલની આયાતના કારણે ભારત પર અમેરિકા તરફથી લગાવામાં આવેલા ટેરિફને લઈને રશિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. રશિયાના વિદેશ મંત્રાલયે આજે રવિવારે (14 સપ્ટેમ્બર, 2025) કહ્યું કે, 'અમે ભારતના વખાણ કરીએ છીએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર ટેરિફ વધાર્યા બાદ ભારતે રશિયા સાથે સંબંધ યથાવત રાખ્યા. આમ ભારત સાથે સંબંધો ખરાબ કરવાના કોઈપણ પ્રયાસ નિષ્ફળ રહેશે.' ટ્રમ્પની ટેરિફ ધમકીઓ પર રશિયાનું મોટું નિવેદન રશિયાના મંત્રાલયે કહ્યું કે, 'અમે ભારતનો આભાર વ્યક્ત કરીએ છીએ કે, દબાણ અને ધમકીઓ હોવા છતાં ભારતે રશિયા સાથે બહુપક્ષીય સહયોગ ચાલુ રાખ્યો.

'અમારી પાસેથી મકાઈની એક બોરી પણ નથી ખરીદતું', ભારતના આકરા વલણ સામે અમેરિકાના મંત્રી લાચાર

Image
Howard Lutnick On India's trade policy : અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને બધા અમેરિકન અધિકારીઓ સતત ભારત તરફથી લાદવામાં આવનાર ઊંચા ટેરિફ અંગે ફરિયાદ કરી રહ્યા છે. હવે ભારતની વેપાર નીતિઓની ટીકા કરતા યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે નવી દિલ્હી પર વૈશ્વિક વેપારનો લાભ લેવા અને બજારની પહોંચને પ્રતિબંધિત કરવાનો આરોપ લગાવ્યો છે. યુએસ વાણિજ્ય સચિવે શું કહ્યું? લુટનિકે કહ્યું કે, 'ભારતને તેની 1.

વિમાનની ક્રેશ લેન્ડિંગ સમયે જ સુરક્ષા કવચ ખુલી જશે, બે એન્જિનિયરે ડિઝાઈન તૈયાર કરી

Image
Plane Crash news: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા અનેક લોકો માર્યા ગયા હતા. આ ઘટનાની ચર્ચા વિશ્વભરમાં હજુ પણ થઇ રહી છે. ત્યારે વિમાન ક્રેશ થાય તે પહેલા જ તેને બચાવી લેવાય તે દિશામાં એન્જિનિયર્સ કામ કરી રહ્યા છે. દુબઇના બિરલા ઇન્સ્ટીટયૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાઇન્સના બે એન્જિનિયર્સ વિમાનની બહાર લગાવવા એર બેગ જેવું સુરક્ષા કવચ તૈયાર કરી રહ્યા છે. અમદાવાદ વિમાન અકસ્માતને કારણે આ વિચાર એન્જિનિયર્સને આવ્યો હતો.  

ભારતીય મહિલા હોકી ટીમ એશિયા કપની ફાઈનલમાં પહોંચી, રવિવારે ચીન સામે મહામુકાબલો

Image
Indian Women's Hockey Team : ભારતીય મહિલા હોકી ટીમ મહિલા એશિયા કપ 2025ની ફાઈનલમાં પહોંચી છે. જેમાં ભારતે આજે શનિવારે (13 સપ્ટેમ્બર) છેલ્લી સુપર ફોર મેચમાં જાપાન સામે 1-1 ડ્રો રમી હતી. જ્યારે ચીને સુપર ફોર મેચમાં કોરિયાને 1-0થી હરાવ્યું છે. આમ હવે ભારત અને ચીન વચ્ચે આવતીકાલે રવિવારે (14 સપ્ટેમ્બર) ટાઇટલ મેચ હાંગઝોઉમાં રમાશે. કોરિયાને ફાઇનલમાં પહોંચવા માટે બે ગોલના માર્જિનથી જીતની જરૂર હતી, પરંતુ ચીનની જીતથી ભારતની ફાઇનલમાં ટિકિટ નિશ્ચિત થઈ ગઈ. ચીને સુપર ફોર તબક્કામાં ભારતને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી લીધું હતું.

T20I માં 300 રનનો સ્કોર બનાવી ઈંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ, બનાવ્યો એક ખાસ રેકોર્ડ

Image
T20I 300 Runs By England : હેરી બ્રુકના નેતૃત્વ હેઠળની ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20Iમાં 300 રનનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો. આ પહેલી વાર હતું જ્યારે T20I માં કોઈ ફુલ મેમ્બર ટીમ દ્વારા 300 રનનો સ્કોર બનાવાયો હોય.  ઈંગ્લેન્ડે 2 વિકેટે બનાવ્યા 304 રન  અગાઉ  ટીમ ઇન્ડિયા 2024માં બાંગ્લાદેશ સામે 297 રન બનાવીને આ સીમાચિહ્ન હાંસલ કરતા ચૂકી ગઈ હતી. તે જ સમયે આ T20 ક્રિકેટના ઇતિહાસમાં ત્રીજો સૌથી મોટો સ્કોર છે.

કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા

Image
Karnataka News: કર્ણાટકના હસનમાં હોલેનરસીપુરના મોસાલે હોસાહલ્લી નજીક એક ટ્રકે ગણપતિ શોભાયાત્રામાં જઈ રહેલા લોકોને કચડ્યા હતા. ટ્રક ડિવાઇડર તોડીને શોભાયાત્રામાં ઘુસી જતાં નાસભાગ મચી હતી. ધમધમતા હસન-મૈસૂર NH-373 રોડ પર થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હજુ મૃત્યુઆંક વધી શકે છે. જ્યારે 30 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ડોલર સામે સતત ગગડતો રૂપિયો 88.46ના નવા તળિયે, મોંઘવારી વધવાની શક્યતા

Image
Mumabi Dollar Index : હુંડિયામણ બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી વધી ઉંચામાં રૂ.88.46ની રેકોર્ડ સપાટીએ પહોંંચી ગયા હતા. સામે રૂપિયો ગબડી નવા નીચા તળીયે પટકાયો હતો. રૂપિયો તૂટતાં દેશમાં આયાત થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ હવે વધી જશે તથા મોંઘવારી વધુ વકરશે એવી ભીતી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. રૂપિયા સામે આજે ડોલરના ભાવ રૂ.

એક હત્યાથી અમેરિકામાં હડકંપ! મિત્ર ચાર્લી કિર્કની હત્યાથી દુઃખી ટ્રમ્પે કરી મોટી જાહેરાત

Image
Charlie Kirk News: અમેરિકન કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ નજીકના સહયોગી ચાર્લી કિર્કની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ ઘટનાએ આખા અમેરિકાને હચમચાવી દીધું છે અને ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ આ હત્યાકાંડથી વ્યથિત છે. ચાર્લી કિર્કની હત્યાનો વીડિયો દુનિયાભરમાં વાયરલ થઈ રહ્યો છે, જેણે અમેરિકામાં રાજનીતિક હિંસાના ખતરાને ફરી એકવાર ઉજાગર કરી દીધો છે. કારણ કે કિર્કે યુવા રિપબ્લિકન મતદારોને એકજુટ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી અને કિર્ક ઇઝરાયલના કટ્ટર સમર્થક પણ હતા. આ વચ્ચે રિપબ્લિકન ફ્યૂચર અમેરિકાએ જણાવ્યું કે, ટ્રમ્પે જાહેરાત કરી છે કે, તેઓ ટૂંક સમયમાં જ ચાર્લી કિર્કને મરણોપરાંત પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કરશે.

નેપાળમાં હિંસા વચ્ચે કાઠમંડુ એરપોર્ટ ફરી કાર્યરત, એર ઇન્ડિયા-ઇન્ડિગોએ મોકલશે સ્પેશિયલ ફ્લાઇટ

Image
Nepal Protest News :  નેપાળમાં ફાટી નિકળેલા હિંસક દેખાવો બાદ 9 સપ્ટેમ્બરે બંધ કરાયેલું કાઠમંડુનું ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ આજે (10 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યાથી ફરી કાર્યરત થયું છે. જે બાદ એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ તેમની ફ્લાઇટ્સ નેપાળ મોકલવાની તૈયારી કરી રહી છે, જેથી નેપાળમાં રહેતા ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લાવી શકાય. એર ઇન્ડિયા-ઇન્ડિગો નેપાળ મોકલશે ફ્લાઇટ કાઠમંડુ એરપોર્ટ ફરી કાર્યરત થતાં એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ આજે (10 સપ્ટેમ્બર) રાત્રે સ્પેશિયલ ફ્લાઇટ મોકલશે. આ ફ્લાઇટ આજે રાત્રે જ નેપાળમાંથી ભારતીયોને પરત લઇને દિલ્હી પરત ફરશે.

નેપાળમાં દેખાવકારો વચ્ચે હથિયારધારી ક્યાંથી ઘૂસ્યાં, આ લોકો કોણ હતા? જાણો હવે કોની સત્તા?

Image
Image: IANS

મેક્સિકોમાં ગંભીર અકસ્માત, ટ્રેને ડબલ ડેકર બસને અડફેટે લેતાં 10 લોકોના મોત, 40 ઈજાગ્રસ્ત

Image
Maxico City : મેક્સિકોમાં એક ટ્રેને ડબલ ડેકર બસને અડફેટે લીધી હતી, આ ઘટનામાં આશરે 10 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે ટ્રેને બસને ન માત્ર ઢસડી સાથે તેના બે ફાટા કરી નાખ્યા હતા. 🚨 Mexico Train–Bus Collision A freight train struck a double-decker bus in Atlacomulco (80 mi NW of Mexico City) — 10 dead, 55+ injured — Bus tried to cross unguarded tracks in heavy traffic — Impact sheared the vehicle in two #Mexico #Bills #OCTO #bbrightvc #adp2025 pic.

નેપાળમાં સત્તાપલટો... ઓલીનું શાસન ખતમ, હવે સેના સંભાળશે સત્તા, આર્મી વડાએ કરી જાહેરાત

Image
Nepal Gen-Z Revolution :  નેપાળમાં સરકારના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે ફાટી નીકળેલા ‘Gen Z’ આંદોલને હિંસક સ્વરુપ ધારણ કર્યું છે. સ્થિતિ બેકાબૂ થતા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. જો કે, વડાપ્રધાનના રાજીનામાં બાદ પણ સ્થિતિ શાંત થઇ નથી. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર, સુપ્રીમ કોર્ટ તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના કારણે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. આ દરમિયાન હવે સ્થિતિને કાબૂમાં લેવા માટે સેનાએ દેશનું કમાન સંભાળવાની જાહેરાત કરી છે.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી LIVE: 10 વાગ્યે શરૂ થશે મતદાન, સંખ્યાબળ NDAના પક્ષમાં, I.N.D.I.A.ને ક્રોસ વોટિંગની આશા

Image
Vice President Election 2025 : ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાશે. NDA તરફથી સી. પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી મેદાનમાં છે. આજની ચૂંટણીમાં બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિ એમ બે પક્ષોએ મતદાન ન કરવાની જાહેરાત કરી છે.

મેક્સિકોમાં ટ્રેન અને ડબલ-ડેકર બસ વચ્ચે ભયંકર ટક્કર, 8 લોકોના મોત

Image
Mexico News: સોમવારે(8 સપ્ટેમ્બર) વહેલી સવારે મેક્સિકો સિટીમાં ટ્રેન અને ડબલ-ડેકર બસ વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા અને 45 ઇજાગ્રસ્ત થયા છે. મેક્સિકો રાજ્યની નાગરિક સંરક્ષણ એજન્સીએ X દ્વારા જણાવ્યું હતું કે, અધિકારીઓ હાલ ઔદ્યોગિક વિસ્તારમાં અકસ્માત સ્થળ પર કામ કરી રહ્યા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તાત્કાલિક કોઈ વિગતો આપવામાં આવી નથી.