ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારો-આગચંપી, પોલીસે ટીયરગેસનો મારો ચલાવ્યો

Gandhinagar News : ગાંધીનગરમાં મોડી રાતે બહિયલ ગામમાં હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં ગરબા આયોજન પર પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટનાને અંજામ અપાયાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે કોઈ સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવાથી મામલો બીચક્યો હતો. મોડી રાતે સ્થિતિ બેકાબૂ થતાં 6 જેટલા પોલીસ વાહનોમાં તોડફોડ મચાવાઈ હતી. આ દરમિયાન ટોળાને કાબૂમાં લેવા ટીયરગેસનો મારો ચલાવાયો હતો.
Comments
Post a Comment