વિમાનની ક્રેશ લેન્ડિંગ સમયે જ સુરક્ષા કવચ ખુલી જશે, બે એન્જિનિયરે ડિઝાઈન તૈયાર કરી

Plane Crash news: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા અનેક લોકો માર્યા ગયા હતા. આ ઘટનાની ચર્ચા વિશ્વભરમાં હજુ પણ થઇ રહી છે. ત્યારે વિમાન ક્રેશ થાય તે પહેલા જ તેને બચાવી લેવાય તે દિશામાં એન્જિનિયર્સ કામ કરી રહ્યા છે. દુબઇના બિરલા ઇન્સ્ટીટયૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાઇન્સના બે એન્જિનિયર્સ વિમાનની બહાર લગાવવા એર બેગ જેવું સુરક્ષા કવચ તૈયાર કરી રહ્યા છે. અમદાવાદ વિમાન અકસ્માતને કારણે આ વિચાર એન્જિનિયર્સને આવ્યો હતો.
Comments
Post a Comment