'ભારત સાથે સંબંધો ખરાબ કરવાના પ્રયાસ નિષ્ફળ રહેશે', ટ્રમ્પની ટેરિફ ધમકીઓ પર રશિયાનું મોટું નિવેદન

Russia's Big Statement On Donald Trump's Tariff : રશિયન ઓઈલની આયાતના કારણે ભારત પર અમેરિકા તરફથી લગાવામાં આવેલા ટેરિફને લઈને રશિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. રશિયાના વિદેશ મંત્રાલયે આજે રવિવારે (14 સપ્ટેમ્બર, 2025) કહ્યું કે, 'અમે ભારતના વખાણ કરીએ છીએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર ટેરિફ વધાર્યા બાદ ભારતે રશિયા સાથે સંબંધ યથાવત રાખ્યા. આમ ભારત સાથે સંબંધો ખરાબ કરવાના કોઈપણ પ્રયાસ નિષ્ફળ રહેશે.'
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ પર રશિયાનું મોટું નિવેદન
રશિયાના મંત્રાલયે કહ્યું કે, 'અમે ભારતનો આભાર વ્યક્ત કરીએ છીએ કે, દબાણ અને ધમકીઓ હોવા છતાં ભારતે રશિયા સાથે બહુપક્ષીય સહયોગ ચાલુ રાખ્યો.
Comments
Post a Comment