મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીમાંથી એકનો મૃતદેહ મળ્યો, હજુ 4 લાપતા

Mahisagar News: મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ગઈકાલે ગુરુવારે અચાનક 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા, તાત્રોલી નજીક આવેલા અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગંભીર દુર્ઘટના બની છે. પાણીનો પ્રવાહ એકાએક વધવાથી પ્લાન્ટના કૂવામાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ ગુમ થયા છે, ત્યારે 24 કલાકથી વધુ સમય બાદ પાંચ શ્રમિકોમાંથી એક શ્રમિકનો મૃતદેહ આજે (5 સપ્ટેમ્બર) મળી આવ્યો છે.

5 કર્મીમાંથી એકનો મૃતદેહ મળ્યો, હજુ 4 લાપતા
અજંતા હાઈડ્રો પાવરમાં પાંચ શ્રમિકો ફસાયા છે, ત્યારે ઘટનાને પગલે NDRF, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શ્રમિકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
Comments
Post a Comment