નેપાળમાં હિંસા વચ્ચે કાઠમંડુ એરપોર્ટ ફરી કાર્યરત, એર ઇન્ડિયા-ઇન્ડિગોએ મોકલશે સ્પેશિયલ ફ્લાઇટ

Nepal Protest News : નેપાળમાં ફાટી નિકળેલા હિંસક દેખાવો બાદ 9 સપ્ટેમ્બરે બંધ કરાયેલું કાઠમંડુનું ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ આજે (10 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યાથી ફરી કાર્યરત થયું છે. જે બાદ એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ તેમની ફ્લાઇટ્સ નેપાળ મોકલવાની તૈયારી કરી રહી છે, જેથી નેપાળમાં રહેતા ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લાવી શકાય.
એર ઇન્ડિયા-ઇન્ડિગો નેપાળ મોકલશે ફ્લાઇટ
કાઠમંડુ એરપોર્ટ ફરી કાર્યરત થતાં એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ આજે (10 સપ્ટેમ્બર) રાત્રે સ્પેશિયલ ફ્લાઇટ મોકલશે. આ ફ્લાઇટ આજે રાત્રે જ નેપાળમાંથી ભારતીયોને પરત લઇને દિલ્હી પરત ફરશે.
Comments
Post a Comment