'રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરો', હવે પાકિસ્તાનના મિત્ર રાષ્ટ્ર પર ભડક્યા ટ્રમ્પ

Donald Trump meets Erdogan : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ગુરુવારે (25 સપ્ટેમ્બર) તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ રેસેપ તૈયપ એેર્દોગન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરવાની ટ્રમ્પે વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, 'રશિયા પર યુક્રેન યુદ્ધ ખત્મ કરવા માટે દબાણ કરવું ખૂબજ આવશ્યક છે. હું ઈચ્છું છું કે, જ્યાં સુધી રશિયા યુક્રેન સાથે જંગ જારી રાખી રહ્યું છે, ત્યાં સુધી એર્દોગન રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરે.'
તમને જણાવી દઈએ કે, વર્ષ 2019 પછી એેર્દોગનની આ પહેલી અમેરિકાની યાત્રા છે.
Comments
Post a Comment