ભારતીય મહિલા હોકી ટીમ એશિયા કપની ફાઈનલમાં પહોંચી, રવિવારે ચીન સામે મહામુકાબલો

Indian Women's Hockey Team : ભારતીય મહિલા હોકી ટીમ મહિલા એશિયા કપ 2025ની ફાઈનલમાં પહોંચી છે. જેમાં ભારતે આજે શનિવારે (13 સપ્ટેમ્બર) છેલ્લી સુપર ફોર મેચમાં જાપાન સામે 1-1 ડ્રો રમી હતી. જ્યારે ચીને સુપર ફોર મેચમાં કોરિયાને 1-0થી હરાવ્યું છે. આમ હવે ભારત અને ચીન વચ્ચે આવતીકાલે રવિવારે (14 સપ્ટેમ્બર) ટાઇટલ મેચ હાંગઝોઉમાં રમાશે. કોરિયાને ફાઇનલમાં પહોંચવા માટે બે ગોલના માર્જિનથી જીતની જરૂર હતી, પરંતુ ચીનની જીતથી ભારતની ફાઇનલમાં ટિકિટ નિશ્ચિત થઈ ગઈ. ચીને સુપર ફોર તબક્કામાં ભારતને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી લીધું હતું.
Comments
Post a Comment