PM મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત ! આશિયાન શિખર સંમેલનના મંચ પર સાથે જોવા મળવાની સંભાવના

PM Modi-Donald Trump ASEAN Summit : અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ ઝિંક્યા બાદ બંને દેશોના સંબંધોમાં તાજેતરમાં ઊભી થયેલી કડવાશ બાદ હવે બંને દેશોના નેતાઓ ફરી એક મંચ પર જોવા મળી શકે છે. ટેરિફ વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આશિયાન શિખર સંમેલનમાં સાથે જોવા મળી શકે છે.
આશિયાન શિખર સંમેલનમાં મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાતની સંભાવના
ઓક્ટોબર મહિનામાં મલેશિયાના પાટનગર કુઆલાલંપુર ખાતે યોજાનારા આશિયાન શિખર સંમેલનમાં પીએમ મોદી (PM Narendra Modi) અને ટ્રમ્પ (US President Donald Trump) વચ્ચે મુલાકાત થવાની સંભાવના છે. આ બેઠક 26થી 28 ઓક્ટોબર યોજાશે.
Comments
Post a Comment