એશિયા કપ: પાકિસ્તાનની ફરિયાદ બાદ મેચ રેફરી સમક્ષ સૂર્યકુમાર યાદવની સુનાવણી પૂર્ણ, આવતીકાલે ચુકાદો


Asia Cup 2025 : એશિયા કપ-2025માં ભારત અને પાકિસ્તાનની મેચોમાં ઘણા વિવાદો જોવા મળ્યા હતા. જેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) બંનેએ એકબીજાના ખેલાડીઓ વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ફરિયાદ નોંધાવી છે. ભારતે સાહિબજાદા ફરહાન અને હારિસ રઉફ વિરુદ્ધ, જ્યારે પાકિસ્તાને સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સૂર્યકુમાર યાદવ વિરુદ્ધની સુનાવણી પૂર્ણ, 26મીએ લેવાશે નિર્ણય

આ ફરિયાદો સામે આવ્યા બાદ આઈસીસીએ કાર્યવાહી શરૂ કરી દીધી છે, જેમાં આજે (25 સપ્ટેમ્બર) સૂર્યકુમાર યાદવની આઈસીસીની એલિટ પેનલના મેચ રેફરી રિચી રિચર્ડસન સામે સુનાવણી પુરી થઈ ગઈ છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો