7 બોલ પર 7 બાઉન્ડ્રી... ઈશાન કિશને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ કરી કમાલ, 42 બોલમાં સદી ફટકારી
Ishan Kishan Century: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી T20 મેચમાં યુવા ક્રિકેટ ઈશાન કિશને મેદાન પર એવું વાવાઝોડું ફૂંક્યું કે ન્યુઝીલેન્ડની આખી ટીમ જોતી રહી ગઈ. ઈજા બાદ શાનદાર વાપસી કરતા ઈશાન કિશને કીવી બોલરોને એવા ધોયા કે ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે તેનું નામ નોંધાઈ ગયું. પોતાની આ વિસ્ફોટક ઈનિંગ દરમિયાન તેણે એક એવો પરાક્રમ કર્યો જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળે છે. ઈશ સોઢીના એક જ ઓવરમાં 29 રન, બાઉન્ડ્રીનો વરસાદ!