વેનેઝુએલા પર એર સ્ટ્રાઈક બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'મેં TV શોની જેમ રિયલ ટાઈમ કાર્યવાહી જોઈ'


US Venezuela Conflict: અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત સૈન્ય સુવિધાઓ અને અનેક ખાસ જગ્યાઓ પર એર સ્ટ્રાઈક કરી. કારાકસની સાથે મિરાંડા, અરગુઆ અને લા ગુઇરા રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટ થયા. આ હુમલા બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોએ દેશમાં નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા એડેલા ફ્લોરેસ હવે અમેરિકન સૈનિકોના કબજામાં છે. ત્યારે હવે અમેરિકન સૈન્ય કાર્યવાહી બાદ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 'વેનેઝુએલા પર થયેલી કાર્યવાહી તેમણે રિયલ ટાઈમમાં જોઈ.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો