‘ભાજપ-શિવસેનાના કોર્પોરેટરોના ફોન ટેપ થઈ રહ્યા’, BMC મેયર વિવાદ વચ્ચે સંજય રાઉતનો દાવો


BMC Mayor : મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના મેયર પદને લઈને મહાયુતિમાં ચાલી રહેલી ખેંચતાણ હવે જાસૂસીના આરોપો સુધી પહોંચી ગઈ છે. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મંગળવારે એક સનસનાટીભર્યો દાવો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ અત્યારે તેના પોતાના અને શિવસેનાના કોર્પોરેટરોના ફોન ટેપ કરી રહી છે.

દિલ્હીથી મેયર નક્કી થવો એ મહારાષ્ટ્રનું અપમાન : સંજય રાઉત

મીડિયા સાથેની વાતચીતમાં સંજય રાઉતે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘મુંબઈનો મેયર કોણ બનશે તેનો નિર્ણય દિલ્હીથી લેવામાં આવી રહ્યો છે, જે મહારાષ્ટ્રની અસ્મિતાનું અપમાન છે. લક્ઝરી હોટલમાં લઈ જવાયેલા શિવસેનાના કોર્પોરેટરો અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર કાર્યકર્તાઓ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે અને તેમના ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો