સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી એક ઝાટકે રૂ.9,600 સસ્તી થઈ, રોકાણકારો ખાસ વાંચે


Gold Silver Market Crash: સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા દિવસોની જોરદાર તેજી બાદ આજે મોટો કડાકો આવ્યો છે. ખાસ કરીને ચાંદીમાં આવેલી સુનામી શાંત થઈ જે સવાલ ઊભો કરે છે કે શું સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો આવશે?

આજે ચાંદીમાં 9,696 રૂપિયાનો ઘટાડો

બુધવારે સાંજે 7:25 કલાકે મલ્ટી કોમોડિટી માર્કેટ (MCX) પર ચાંદીનો ભાવ 9,696 રૂપિયા એટલે કે 3.74 ટકા ઘટીને 2,49,115 રૂપિયા પ્રતિ કિલો થયો, જ્યારે સવારના કારોબાર દરમિયાન, ચાંદી રૅકોર્ડ હાઇ સ્તર 2,59,692 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. આજ રીતે સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો, સોનાના ભાવ ₹1,332 ઘટીને ₹1,37,751 પ્રતિ 10 ગ્રામ થયા.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન