'પાપ'માં ભાગીદાર ન થનારા દેશોને ટ્રમ્પની ધમકી! ગ્રીનલેન્ડ મુદ્દે સાથ આપો નહીંતર ટેરિફ ઝીંકીશું

Donald Trump on Greenland : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાની તેમની મહત્વાકાંક્ષાનો વિરોધ કરનારા દેશોને આર્થિક પરિણામો ભોગવવાની ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જે દેશો આ યોજનામાં અમેરિકાનો સાથ નહીં આપે, તેમના પર ભારે ટેરિફ (આયાત શુલ્ક) લગાવવામાં આવી શકે છે. આ આક્રમક વલણને કારણે અમેરિકા અને તેના યુરોપિયન સહયોગીઓ, ખાસ કરીને ડેનમાર્ક વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
ટ્રમ્પની 'ટેરિફ ડિપ્લોમસી'
વ્હાઇટ હાઉસમાં એક કાર્યક્રમ દરમિયાન, ટ્રમ્પે કહ્યું, "રાષ્ટ્રીય સુરક્ષા માટે અમને ગ્રીનલેન્ડની જરૂર છે," અને જો કેટલાક દેશો આ મુદ્દે સહકાર નહીં આપે તો તેમના પર ટેરિફ લાદવાની ધમકી આપી.
Comments
Post a Comment