શુભાંશુ શુક્લાને અશોક ચક્ર, 3 કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર અને વિશિષ્ટ સેવા પુરસ્કારની જાહેરાત, જુઓ નામ

Gallantry Awards 2026 : 77મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળોના 70 જવાનોને વીરતા પુરસ્કારો આપવાની મંજૂરી આપી છે. આ વર્ષે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને દેશના બીજા અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાને શાંતિ સમયના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'અશોક ચક્ર'થી સન્માનિત કરવામાં આવશે. શુભાંશુ શુક્લાએ ગયા વર્ષે જૂનમાં એક્સિયમ-4 મિશન હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની 18 દિવસની ઐતિહાસિક મુલાકાત લીધી હતી, જે ભારતની ગગનયાન મહત્વાકાંક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
70 પુરસ્કારોની જાહેરાત
રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા કુલ 70 પુરસ્કારોમાં 1 અશોક ચક્ર, 3 કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર (એક મરણોત્તર), એક બાર ટુ સેના મેડલ (વીરતા), 44 સેના મેડલ (પાંચ મરણોત્તર સહિત), 6 નૌસેના મેડલ અને બે વાયુસેના મેડલનો સમાવેશ થાય છે.
Comments
Post a Comment