BJP સામે અપક્ષ ઉમેદવારી કરનારા 7 કાર્યકરો સસ્પેન્ડ


- પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારો સામે 7 કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી

ગુજરાત, તા. 20 નવેમ્બર 2022, રવિવાર

ગુજરાત વિધાન સભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે આ દરમિયાન ટિકિટ ન મળતા કેટલાક ઉમેદવારોની નારાજગી અને વિરોધ પણ સામે આવ્યો હતો. ત્યારે ભાજપ અધ્યક્ષે ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપના 7 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. ભાજપમાંથી રાજીનામું આપ્યા વગર ઉમેદવારી કરનારા 7 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. 


પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારો સામે 7 કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તેથી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની સૂચનાથી આ 7 કાર્યકરોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ભાજપે કુલ 7 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા

1. હર્ષદ વસાવા

2. અરવિંદ લાડાણી

3. છત્રસિંહ ગુંજારિયા

4. કેતન પટે.

5. ભરત ચાવડા

6. ઉદય શાહ

7. કરણ બારૈયા

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો