26/11ના મુંબઈ હુમલા વિરુદ્ધ વોશિંગ્ટનમાં પાકિસ્તાની દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન


- આ આતંકી હુમલામાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા

વોશિંગ્ટન, તા. 27 નવેમ્બર 2022, રવિવાર

મુંબઈ 26/11ના હુમલાના વિરોધમાં શનિવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં પાકિસ્તાની દૂતાવાસની બહાર લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા હતા. મુંબઈમાં વર્ષ 2008માં થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલા (26/11 મુંબઈ એટેક)ને ગઈકાલે 14 વર્ષ પૂર્ણ થયા હતા. જોકે, તે ઘાતકી હુમલાની દર્દનાક યાદો આજે પણ દેશના દરેક નાગરિકના હૃદય અને દિમાગમાં તાજી છે. વર્ષ 2008માં 26 નવેમ્બરે મુંબઈમાં તાજ હોટેલ, ઓબેરોય ટ્રાઈડેન્ટ, નરીમન હાઉસ, સીએસએમટી રેલ્વે સ્ટેશન, કામા હોસ્પિટલ, લિયોપોલ્ડ કાફે સહિત કુલ 12 સ્થળો પર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

United States | A protest was held outside Pakistan Embassy in Washington DC against the 26/11 #MumbaiTerrorAttack pic.twitter.com/1u8ZufuqhT

— ANI (@ANI) November 27, 2022

પાકિસ્તાનના કરાચીથી દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશેલા લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ 4 દિવસ સુધી શહેરમાં આતંક મચાવ્યો હતો. મુંબઈ પોલીસ, ભારતીય સેના, મરીન કમાન્ડો અને એનએસજીએ લાંબા એન્કાઉન્ટર બાદ આમાંથી 9 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ આતંકવાદ વિરોધી ઓપરેશન 26 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી ચાલ્યું હતું. છેલ્લે તાજ હોટલને આતંકવાદીઓથી મુક્ત કરવામાં આવી હતી જેમાં મેજર સંદીપ ઉન્નીક્રિષ્નન શહીદ થયા હતા. અજમલ અમીર કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. 4 વર્ષની કોર્ટ ટ્રાયલ બાદ તેને દોષિત ઠેરવવામાં આવ્યો અને 21 નવેમ્બર, 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો