પુતિને 'પુઅર મેન્સ ન્યૂઝ' તૈનાત કર્યા : આ બૉમ્બ કોઈને પણ વરાળ બનાવી દે છે
- આ થર્મોબેરિક બોમ્બ છે, તે અત્યંત ઊંચા ઉષ્ણતામાનવાળો ગરમી-(આગ) ફેલાવે છે, તે બંકર પણ ઉડાવી દઈ શકે તેટલા પ્રબળ છે
મોસ્કો : રશિયન સેનાઓ અત્યારે યુક્રેનમાં એવા બોમ્બ અને મિસાઇલ્સ છોડી રહ્યા છે કે જે થોડી જ પળોમાં માનવીને વરાળ બનાવી દે છે. બંકર બર્બાદ કરી નાખે છે, ટેન્કને રાખ કરી દે છે, આ બૉમ્બને પુઅર મેન્સ ન્યુઝ અથવા પુઅર મેન્સ ન્યુક્લિયર વેપન કહેવાય છે. તે હકીકતમાં થર્મોબેરિક ફ્લેમથ્રોઅર છે એટલે કે તે એવું શસ્ત્ર જે વિસ્ફોટની સાથે અત્યાધિક ગરમી પેદા કરે છે તે ફાટવાથી 'શૉક-વેવ્ઝ' નીકળે છે.
રશિયા પાસે જે થર્મોબેરિક ફ્લેમ થ્રોઅર છે તેનું નામ છે ટીઓએસ-૧-એ સોલ્ટન સેવેક હેવી થર્મોબેરિક ફ્લેમ થ્રોઅર. આ શસ્ત્ર કોઈ પણ પ્રકારની કિલ્લેબંધી ધ્વસ્ત કરી શકે છે. બખ્તરબંધ વાહન કે બંકરો પણ ઉડાડી શકે તેમ છે તેટલુ જ નહીં પરંતુ જો તે સૈનિકો ઉપર પડે તો માત્ર તેનું હાડપિંજર જ રહે. સમગ્ર જગતમાં આ થર્મોબેરિક વેપન સૌથી જૂના અને સૌથી વધુ ઘાતક અને પારંપારિક શસ્ત્રો પૈકીનું એક છે. તેને સામાન્ય ભાષામાં 'પુઅર મેન્સ ન્યુક્લિઅર વેપન એટલે કે ગરીબ માણસનું પરમાણુ શસ્ત્ર કહેવાય છે.'
રશિયાનું ટી-ઓ-એસ-૧ થર્મોબેરિક શસ્ત્ર ૨૨૦ મી.મી.ની ૩૪૦ બેરલવાળી એક આર્ટીલરી ગન છે તેને રોકેટ અથવા ટી-૭૨ ટેન્કના ગોળાઓ દ્વારા કોઈપણ છોડી શકાય છે. તેની રેન્જ ૬થી ૧૦ કિ.મી. છે તે જ્યાં ફાટે છે ત્યાં ૧૦૦૦ ફિટની ત્રિજ્યામાં કશું પણ ટકી શકે તેમ નથી. બ્લાસ્ટ પછી જે શોક-વેવ્ઝ નીકળે છે તે સૈનિકોના ફેફસાં ફાડી નાખી શકે છે. તે પછી ૩૦૦૦ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન ફરી વળે છે તેથી શરીરનો કોઈપણ ભાગ માત્ર સેકંડોમાં જ બળીને ભસ્મ થઈ જાય છે તેમાં બચવાની કોઈ આશા જ રહેતી નથી.
આ શસ્ત્રને અમેરિકાની સેનાના નિવૃત્ત કર્નલ ડેવિડ જ્હોનસને 'પુઅર-મેન ન્યુક્લિયર વેપન' તેવું નામ આપ્યું હતું. તે વિમાનમાંથી પણ ફેંકી શકાય છે અથવા રોકેટમાં મૂકી કે તોપના ગોળામાં નાખી ફોડી શકાય છે. રશિયન સેનાની દક્ષિણની ટુકડી જેને વેગ્નર-ગ્રુપ કહે છે તેણે આ શસ્ત્ર દ્વારા યુક્રેનની સેના, વાહનો અને બંકરો ઉપર હુમલા શરૂ કરી દીધા છે તેનો વિડિયો પણ પ્રસિદ્ધ થયો છે જેમાં રશિયન સૈનિકો યુક્રેન સેનાના ગઢ માર્તેમોવસ્ક ઉપર છોડે છે જેમાં ફ્યુએલ મિક્ષ્ચર, ખતરનાક વાદળની જેમ ફેલાતું દેખાય છે ચારે તરફ ધુમાડો દેખાય છે. આસપાસની ઈમારતો જમીનદોસ્ત થતી જાય છે.
બીજા વિસ્ફોટ પછી શોકવેવ્ઝની અસર દેખાય છે. સાથે અગન ગોળાઓ દેખાય છે. સાથે અત્યંત ગરમી તે પછી ઉભું થતું વેક્યુમ આ મૃત્યુ નિશ્ચિત જ કરે છે. આ શસ્ત્ર મોસ્કો પાસેના સર્જીવ પોસાદપાસેની ઇન્સ્ટિટયૂટ ઓફ એપ્લાઇડ કેમિસ્ટ્રીમાં બને છે. અમેરિકાએ તે શસ્ત્ર પ્રતિબંધિત કરવા પ્રયત્નો કર્યા પણ તે નિષ્ફળ રહ્યા છે.
વેગ્નર ગ્રુપને અબજોપતિ યેવજેની બ્રિગોઝીન ફંડ ચાલે છે તેઓ પુતિનના નિકટવર્તી મનાય છે. આ વેગ્નર ગ્રુપ પાસે ૩૫ હજાર હત્યારા છે જે રશિયા તરફથી લડી રહ્યા છે.
Comments
Post a Comment