મતદારોએ ઉમેદવારો પાસે કરિયાણાથી માંડીને સોના-ચાંદીની લગડી માંગી
અમદાવાદ
આમ તો ગુજરાત વિધાનસભા અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ખુબ મોટુ અતંર છે. તેમ છંતાય, ગ્રામ પંચાયતની ચૂંટણીને કારણે વિધાનસભા ચૂંટણી પર વિચિત્ર અસર થઇ રહી છે. સાણંદ ,વિરમગામ સહિતના તાલુકાઓમાં અગાઉ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારોએ મતદારોને ચોખા, ઘંઉ, તેલ, કરિયાણુ, કપડા અને સોના-ચાંદીની લગડીઓ આપી હતી. ત્યારે હવે જ્યારે વિધાનસભાના ઉમેદવારો મત માંગવા માટે જાય છે ત્યારે મતદારોે કરિયાણુ અને કિંમંતી ચીજવસ્તુઓ માંગતા ઉમેદવારો મુંઝાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા, વિરમગામ, સાણંદ અને દસ્ક્રોઇ વિધાનસભાની ચૂંટણી લડી રહેલા વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારો ગ્રામ્ય વિસ્તારમાં મત માંગવા જતા નવી મુસીબતમાં ફસાયા છે. કારણ કે મતદારો તેમની પાસે ચોખા, ઘંઉના કટ્ટા, તેલના ડબ્બા, મસાલા , કપડા, સોના-ચાંદીની લગડી માંગી રહ્યા છે. જેથી ઉમેદવારો મુંઝવણમાં મુકાયા છે. કારણ કે છેલ્લી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારોએ મતદારોને પરિવારદીઠ ચોખા, ખાંડ, ઘંઉ, તેલ જેવુ કરિયાણુ, કપડા આપ્યા હતા. જેથી મતદારો વિધાનસભાના ઉમેદવાર પાસે પણ કરિયાણું માંગી રહ્યા છે. જેથી ગ્રામપંચાયતના સભ્યો રાજકીય પાર્ટી પાસે ભોંઠા પડી રહ્યા છે. તો મતદારો માની રહ્યા છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી કરતા વિધાનસભાની ચૂંટણી મોટી છે. જેથી કઇક તો મળવું જ જોઇએ. ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલાંક ઉમેદવારોએ પરિવાર મતદાન કરવા માટે તૈયાર થાય તો મુખ્ય વ્યક્તિને પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો અને જો આખી શેરી કે વાસના લોકોને ચોક્કસ ઉમેદવાર માટે તૈયાર કરે તો સોનાનો પાંચથી ૧૦ ગ્રામનો સિક્કો આપ્યો હતો. જેથી કેટલાંક લોકો રાજકીય પાર્ટી પાસે સોના-ચાંદીના સિક્કા પણ માંગી રહ્યા છે.
Comments
Post a Comment