બ્રાઝિલ: 2 સ્કૂલોમાં ફાયરિંગ, 2 શિક્ષકો સહિત 1 વિદ્યાર્થીનું મોત


- આ ફાયરિંગમાં 11 ઘાયલ થયા 

નવી દિલ્હી, તા. 26 નવેમ્બર 2022, શનિવાર

બ્રાઝિલમાં એસ્પિરિટો સેન્ટો રાજ્યની બે શાળાઓમાં ગોળીબારની ઘટના સામે આવી છે. અરાક્રુઝ શહેરમાં આ શાળાઓમાં એક વ્યક્તિએ બંદૂક વડે ગોળીબાર કર્યો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને 11 અન્ય ઘાયલ થયા છે. ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસ્પિરિટો સાન્ટોના જાહેર સુરક્ષાના વડા, માર્સિઓ સેલેન્ટે જણાવ્યું હતું કે, હુમલાખોર 16 વર્ષનો છોકરો હતો જેણે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો જેના કારણે તેને ઓળખવું મુશ્કેલ બન્યું હતું. તેની ધરપકડ કરવામાં આવી છે.

ફાયરિંગની ઘટના સવારે બની હતી. મીડિયાએ એક પોલીસ અધિકારીનો હવાલો આપતા કહ્યું કે, એક યુવકે સરકારી શાળાના સ્ટાફ રૂમમાં ઘૂસી ગયો અને બે શિક્ષકોની હત્યા કરી નાખી. ત્યાર બાદ તેણે કારને તે જ ગલીમાં આવેલી ખાનગી શાળા તરફ હંકારી હતી જ્યાં તેણે એક વિદ્યાર્થીની હત્યા કરી હતી.

વોલમાર્ટના મેનેજરે કરેલા ગોળીબારમાં 6ના મોત

આ પહેલા બુધવારે અમેરિકાના દક્ષિણપૂર્વ વર્જિનિયા પ્રાંતમાં વોલમાર્ટના મેનેજરે સ્ટોરના રેસ્ટરૂમમાં તેના સહકાર્યકરો પર ગોળીબાર કર્યો હતો જેમાં છ લોકો માર્યા ગયા હતા. ચેસાપીકના પોલીસ વડા જી. સોલેન્સકીએ જણાવ્યું હતું કે, હુમલાખોરે કથિત રીતે પોતાને પણ ગોળી મારી હતી જેમાં તેનું મોત થયું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો