NZ સીરિઝમાં કોચ દ્રવિડના બ્રેક પર ભડક્યાં હતા રવિ શાસ્ત્રી, અશ્વિને કહ્યું 'બધાને આરામ પર મોકલો'
નવી દિલ્હી,તા. 19 નવેમ્બર 2022, શનિવાર
T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલ મેચમાં હાર બાદ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને આરામ આપવામાં આવ્યો છે. દ્રવિડને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી આરામ અપાયા બાદ પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ઠપકો આપ્યો હતો. હવે ભારતીય દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને શાસ્ત્રીના ઠપકાનો જવાબ આપ્યો છે.
સ્પિનર રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, માત્ર તેને જ નહીં પરંતુ અન્ય ખેલાડીઓની સાથે સપોર્ટ સ્ટાફને પણ આરામની જરૂર છે.
એક પ્રેસ કોન્ફરન્સમાં રવિ શાસ્ત્રીએ કહ્યું, "હું બ્રેકમાં વિશ્વાસ નથી રાખતો. હું મારી ટીમ અને ખેલાડીઓને સમજવા માંગુ છું. પ્રમાણિક બનવા માટે, તમારે આટલા બધા બ્રેક્સની જરૂર કેમ છે? IPL દરમિયાન તમને બે થી ત્રણ મહિનાનો સમય મળે છે. શું તે પૂરતું નથી? મને લાગે છે કે કોચ વ્યવહારુ હોવો જોઈએ."
અશ્વિન દ્રવિડના બચાવમાં આવ્યો
અશ્વિને તેની યુટ્યુબ ચેનલના માધ્યમથી કહ્યું કે, 'હું સમજાવીશ કે શા માટે આખી અલગ ટીમ લક્ષ્મણ સાથે ન્યુઝીલેન્ડ ગઈ છે. રાહુલ દ્રવિડ અને આખી ટીમે T20 વર્લ્ડ કપ પહેલા ઘણી મહેનત કરી હતી. દરેક ટીમ સામે તેમની યોજના હતી. તેથી તેઓ માત્ર માનસિક જ નહીં પરંતુ શારીરિક રીતે પણ થાકેલા છે અને તેથી દરેકને વિરામની જરૂર છે. ન્યૂઝીલેન્ડનો પ્રવાસ પૂરો થતાં જ અમે બાંગ્લાદેશના પ્રવાસે જઈશું. એટલા માટે અમારી પાસે લક્ષ્મણના નેતૃત્વમાં અલગ કોચિંગ સ્ટાફ છે.
મહત્વનું છે કે, ટીમ ઇન્ડિયા ન્યુઝિલેન્ડના પ્રવાસ પર છે. શુક્રવારે વરસાદના કારણે T20 મેચ રદ થઇ ગઇ હતી. ભારતીય ટીમ t20 મુકાબલો રવિવારે રમશે. ન્યૂજીલેન્ડ વિરુદ્વ 25 નવેમ્બરથી વન -ડે સીરિઝની શરુઆત થશે.
Comments
Post a Comment