Gujarat Election: AAPના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખશે


- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

અમદાવાદ, તા. 20 નવેમ્બર 2022, રવિવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. સત્તાધારી ભાજપે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. હાલમાં PM મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રા છોડીને ગુજરાતમાં ચૂંટણી રેલીઓ કરશે. બીજી તરફ રાજ્યમાં પ્રથમ વખત મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટી કોઈ કસર છોડવા માંગતી નથી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં ઉતરી છે અને જોર શોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તથા પંજાબના સીએમ ભગવંત માન અને રાજ્યસભા સાંસદ સંજયસિંહ પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 

અરવિંદ કેજરીવાલ તેમના  3 દિવસના પ્રવાસ દરમિયાન 4 રોડ શો કરશે તથા 2 જનસભાને સંબોધિત કરશે.

- પંજાબના સીએમ ભગવંત માનનો કાર્યક્રમ

21 નવેમ્બર

- સવારે 11:00 વાગ્યે ઉમરગામ રોડ શોમાં ભાગ લેશે.

- બપોરે 3:00 વાગ્યે કપરડા રોડ શોમાં ભાગ લેશે.

- સાંજે 5:00 વાગ્યે ધરમપુર રોડ શોમાં ભાગ લેશે.

- સાંજે 6:00 વાગ્યે વાંસદા રોડ શોમાં ભાગ લેશે.

22 નવેમ્બર 

- બપોરે 1:00 વાગ્યે ડાંગ રોડ શોમાં ભાગ લેશે.

- સાંજે 4:30 વાગ્યે નવસારી રોડ શોમાં ભાગ લેશે.

- સાંજે 6:00 વાગ્યે ઉધના રોડ શોમાં ભાગ લેશે.

23 નવેમ્બર 

- સવારે 11:00 વાગ્યે નિઝર રોડ શોમાં ભાગ લેશે.

- બપોરે 1:00 વાગ્યે વ્યારા રોડ શોમાં ભાગ લેશે.

- બપોરે 3:00 વાગ્યે માંડવી રોડ શોમાં ભાગ લેશે.

- સાંજે 5:00 વાગ્યે ઝઘડિયા રોડ શોમાં ભાગ લેશે.

24 નવેમ્બર 

- સવારે 11:00 વાગ્યે કરજણ રોડ શોમાં ભાગ લેશે.

- બપોરે 2:00 વાગ્યે નાંદોદ રોડ શોમાં ભાગ લેશે.

- બપોરે 3:30 સંખેડા રોડ શોમાં ભાગ લેશે.

- સાંજે 5:30 જેતપુર છોટા ઉદેપુર રોડ શોમાં ભાગ લેશે.

25 નવેમ્બર 

- સવારે 11:00 વાગ્યે માંગરોળ બારડોલી રોડ શોમાં ભાગ લેશે.

- બપોરે 3:00 વાગ્યે બારડોલી રોડ શોમાં ભાગ લેશે.

- સાંજે 6:00 વાગ્યે ઓલપાડ રોડ શો મા ભાગ લેશે.

- રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા 

21 નવેમ્બર 

- સાંજે 4:00 વાગ્યે  ધાંગધ્રામાં રોડ શોમાં ભાગ લેશે.

- રાત્રે 7 :00 વાગ્યે ચોટીલામાં જનસભાને સંબોધિત કરશે.

22 નવેમ્બર 

- બપોરે 3:00 વાગ્યે કાંકરેજમાં જનસભા ને સંબોધિત કરશે.

- રાત્રે 8:00 વાગ્યે પાટણમાં જનસભા ને સંબોધિત કરશે.

23 નવેમ્બર 

- બપોરે 1:00 વાગ્યે મોડાસા રોડ શો મા ભાગ લેશે.

- સાંજે 5:00 વાગ્યે પ્રાંતિજ રોડ શોમાં ભાગ લેશે.

24 નવેમ્બર ના રોજ 

- બપોરે 12:00 વાગ્યે  બાલાસિનોર રોડ શો મા ભાગ લેશે.

- સાંજે 5:00 વાગ્યે ઠાસરા રોડ શો મા ભાગ લેશે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો